Thursday, September 19, 2024

૧૨મી સપ્ટેમ્બરે આઈ.ટી.આઈ-મોરબી ખાતે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સરકારી ઔધોગીક તાલીમ સંસ્થા મોરબી ખાતે તા.- ૧૨/૦૯/૨૦૨૨ ના સોમવાર ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે રોજગારીની સારી તકો ઉપલબ્ધ કરવાના હેતુસર મોરબી જીલ્લા કક્ષાનો પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો ( PMNAM ) યોજાશે.

આ પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળામાં મોરબી જિલ્લાની અલગ અલગ ૧૦ થી વધારે કંપનીઓ ભાગ લેશે. આ ભરતી મેળામાં અંદાજે ૬૫ થી વધારે એપ્રેન્ટીસોની ભરતી કરવામાં આવશે. ભરતી મેળામાં ગ્રેજયુએટ/ડિગ્રી/ડિપ્લોમા/ આઈ.ટી.આઈ/ PMKVY શોર્ટ ટર્મ કોર્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતા દરેક ઉમેદવારો જોડાઈ શકશે.

ઉમેદવારે ભરતી મેળા માટે જરૂરી ડોકયુમેન્ટ (1) આધાર કાર્ડ (2) ગ્રેજયુએટ/ ડિગ્રી /ડિપ્લોમા /આઈ.ટી.આઈ/PMKVY શોર્ટ ટર્મ કોર્ષ ( શૈક્ષણિક લાયકાત મુજબ ) ની માર્કશીટ (૩) શાળા છોડયાનું પ્રમાણપત્ર વગેરે સાથે લાવવાના રહેશે. એપ્રેન્ટીસોને નિયમ મુજબ શૈક્ષણિક લાયકાત અનુસાર સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે વધુ માહિતી માટે શ્રી.જી.આર અજોલા મો.7490013873 તથા શ્રી એચ.આર.બોપલીયા 7016639451 નો સંપર્ક કરવા ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર