Thursday, November 21, 2024

અમેરીકામાં 12-15 વર્ષના બાળકોને મળશે કોરોનાની આ રસી, FDA એ આપી મંજૂરી.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હવે અમેરિકામાં બાળકોને પણ કોરોનાની રસી આપવાના એંધાણ સર્જાઈ રહ્યા છે. યુએસ Food and Drug Administration (FDA) એ 12થી 15 વર્ષની વયના બાળકો માટે બનાવવામાં આવેલી ફાઇઝર-બાયોએનટેકની કોવિડ-19 રસી (ફાઇઝર-બાયોએનટેક કોવિડ-19 વેક્સિન)ને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપી છે. ભારતમાં કોરોના વાયરસના ચેપની ત્રીજી લહેરને પહોંચી વળવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે ભારતમાં કોરોનાના ત્રીજી લહેર દરમિયાન બાળકોને સૌથી વધુ અસર થશે. એફડીએ દ્વારા લેવામાં આવેલા પગલાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમેરિકાએ કોરોના વાયરસ સામે ચાલી રહેલા યુદ્ધમાં બાળકોને રસી આપવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એફડીએના એક્ઝિક્યુટિવ કમિશનર ડો. જેનેટ વુડકોકએ જણાવ્યું હતું કે, “રસીઓના ઉપયોગ અંગેનો આ નિર્ણય અમને સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાની નજીક લાવશે.” માતા પિતા અને અભિભાવકો આ વાત માટે આશ્વસ્ત રહી શકે છે કે એજન્સીએ તમામ ઉપલબ્ધ ડેટાની સંપૂર્ણ સમીક્ષા કરી છે અને સમીક્ષા બાદ જ રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. ‘

ફાઇઝર-બાયોએનટેકની કોવિડ-19 રસીનો ઉપયોગ હાલમાં ભારત સહિત ઘણા દેશોમાં પુખ્ત વયના લોકો પર કરવામાં આવી રહ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં, તેને 16 વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે મંજૂરી આપવામાં આવી ચૂકી છે. આ રસી નાના બાળકો માટે પણ યોગ્ય હોવાનું જાણવા મળ્યું છે. વાસ્તવમાં વૃદ્ધો અને પુખ્ત વયના લોકોને કોરોનાની રસી આપ્યા બાદ હવે દરેક ને બાળકોની ચિંતા છે. એવું માનવામાં આવે છે કે કોરોના વાયરસ હવે બાળકોને ભરડામાં લઈ શકે છે. ફાઇઝરે માર્ચમાં ડેટા જાહેર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે 12-15 વર્ષની વયના 2,260 વોલેન્ટિયર્સને રસી આપવામાં આવી હતી. પરીક્ષણના ડેટામાં જાણવા મળ્યું છે કે સમગ્ર રસીકરણ પછી આ બાળકોમાં કોરોના સંક્રમણનો કોઈ કેસ મળ્યો નથી. કંપનીએ દાવો કર્યો છે કે તેમની રસી બાળકો પર ૧૦૦ ટકા અસરકારક છે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર