Sunday, November 24, 2024

રાજકોટમાં MLA ગ્રાન્ટમાંથી 10 નવા ઓક્સિજન પ્લાન્ટ યુદ્ધના ધોરણે સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કરાશે !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાજકોટમાં કોરોના સંક્રમિત જરૂરિયાતવાળા દર્દીઓને પૂરતા પ્રમાણમાં- અવિરતપણે ઓક્સિજન- પ્રાણવાયુ મળતો રહે તે માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત રાજકોટ શહેર-ગ્રામ્યના ચારેય ધારાસભ્યોશ્રીઓની ગ્રાન્ટમાંથી વધુ 10 નવા ઓક્સિજન પ્લાન્ટ યુદ્ધના ધોરણે સિવિલ હોસ્પિટલ- રાજકોટમાં કાર્યરત કરાશે.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત રાજકોટના ચારેય ધારાસભ્યોએ કુલ રૂપિયા 5.50 કરોડની ગ્રાન્ટ ઓક્સિજન પ્લાન્ટ માટે ફાળવી.ગુજરાતમાં કોરોના સંક્રમિત જરૂરિયાતવાળા એક પણ દર્દીને ઑક્સિજનની ઘટ ન પડે તેવા સંકલ્પ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાજકોટ શહેર- પૂર્વના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી અને રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે તેમને મળતી વાર્ષિક ગ્રાન્ટના તમામ રૂ. 1.50-1.50 કરોડ એમ કુલ રૂ. 4.50 કરોડ જયારે રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ રૂ. 1 કરોડ એમ કુલ રૂ. 5.50 કરોડની ફાળવણી 10 નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કરી છે. આ ઉપરાંત રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ તેમની ધારાસભ્ય તરીકેની બાકી રહેતી બચત ગ્રાન્ટ તેમના મત વિસ્તારમાં આવતા CHC અને PHC માટે ફાળવી આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 6 મેના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, કોરોના કોવિડ-19 નિયંત્રણ- સારવારના અદ્યતન સાધનો-મશીનરી ખરીદવા માટે રાજ્યના દરેક ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂપિયા 50 લાખની ગ્રાન્ટ ફરજિયાત ફાળવવાની રહેશે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી રૂપાણી સહિત રાજકોટ શહેર-ગ્રામ્યના ભાજપના તમામ ચારેય ધારાસભ્યોએ તેમની ગ્રાન્ટમાંથી રાજકોટ સિવિલમાં 10 નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા ફાળવવાની જાહેરાત કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર