સવારના 09:00 થી 12 કલાક સુધી તેમજ 3:00 થી 6 કલાક સુધી દર્શનનો લાભ લઇ શકાશે.
મોરબી શહેરની શાન અને સુપ્રસિદ્ધ ઓળખ ધરાવતુ મણીમંદિર જે વાઘ મહેલ તરીકે પણ વિખ્યાત છે તેનું તાજેતરમાં રીનોવેશન કાર્ય પૂર્ણ થઇ ચુક્યું છે અને મોરબીની એતિહાસિક ધરોહર સમાન મણીમંદિરમાં આવેલ પ્રાચીન મંદિર હવે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે
આ મણીમંદિર વાઘ મહેલ તરીકે પણ ઓળખાય છે જેનું નિર્માણ ૧૯૩૫માં મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે બનાવ્યું હતું. તેમાં ૧૩૦ ઓરડાઓ તથા વચ્ચે મંદિર આવેલ છે. જેમાં લક્ષ્મીનારાયણ, વાઘેશ્વર મહાદેવ, મહાકાલી માં, રામ પરિવાર, રાધા કૃષ્ણ તેમજ ગણપતિ અને હનુમાનજીના મંદિર આવેલ છે તે સમયમાં મહેલના બાંધકામનો ખર્ચ ૩૦ લાખ થયો હતો
મોરબીમાં આવેલ ૧૯૭૯ ના હોનારતમાં મણીમંદિરને ખાસ નુકશાન થયુ ના હતું જોકે વર્ષ ૨૦૦૧ ના ભૂકંપમાં ભારે નુકશાન થયું હતું જેથી રીનોવેશન કરવામાં આવ્યું છે અને ૨૭ કરોડના ખર્ચ મહેલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થયું છે ત્યારે મંદિર હવે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે દર્શનાર્થીઓ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ સુધી મહેલ માં આવેલ મંદિરમાં દર્શનનો લાભ લઇ શકશે
