અમૂલ દૂધના ભાવમાં ફરી વધારો થયો છે. અમૂલના ગોલ્ડ, શક્તિ, તાઝા સહિતના દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ નવો ભાવ વધારો 1 માર્ચથી લાગુ થશે. અમૂલના દૂધની સાથે છાશના ભાવ પણ વધારી દેવામાં આવ્યા છે. છાશના નવા ભાવ મુજબ હવે એક લીટર છાશ 28 રૂપિયા આપવા પડશે.
અમૂલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ ભાવ વધારો ઉર્જા, પૅકેજીંગ, લૉજિસ્ટિક્સ, પશુ આહર અને દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણ એકંદર સંચાલન ખર્ચમાં વધારો થવાને લીધે કરવામાં આવી રહ્યો છે. ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા, GCMMFસભ્ય સંઘો દ્વારા પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી કિંમતમાં પ્રતિ કિલો ફેટ રૂ. 35 થી રૂ. 40 નો વધારો કરવામાં આવ્યો છે. જે પાછલા વર્ષ કરતા 5% વધારે છે.
અમૂલ ગોલ્ડ નવા ભાવ 60 રૂપિયા
અમૂલ શક્તિ નવા ભાવ 54 રૂપિયા
અમૂલ તાઝા નવા ભાવ 50
અમૂલ છાશ નવા ભાવ 28 રૂપિયા લીટર