Friday, September 20, 2024

હળવદ નાં ઘનશ્યામ પુર ગામે ત્રી દિવસીય રાત્રીય સંત્સંગ કથા નું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ : હળવદના ઘનશ્યામપુરમાં સ્વામિનારાયણ મંદિરના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ત્રિ-દિવસીય રાત્રીય સત્સંગ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.સત્સંગ કથામાં આવનાર માટે પ્રસાદ પણ રાખવામાં આવ્યો છે.આ ત્રિ- દિવસીય રાત્રીય સત્સંગ કથામાં લોકોને આમત્રંણ આપવામાં આવ્યું છે.


હળવદના ઘનશ્યામપુરમાં સ્વામિનારાયણ મંદિરના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ઘનશ્યામપુર(ગોરી) સત્સંગી સમસ્ત દ્વારા ત્રિ- દિવસીય રાત્રીય સત્સંગ કથાનું આગામી તા.8 થી 10 સુધી રાત્રે 8:30 થી 11 વાગ્યા સુધી નવા પ્લોટમાં,ઘનશ્યામપુર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.સભા પુરી થયા બાદ પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.તા.8ના રોજ ચરાડવાના સ્વામી દિવ્યપ્રકાશદાસ,તા.9ના રોજ ચરાડવાધામના સ્વામી ભક્તિવિહારીદાસ અને મુળીધામના સ્વામી વ્રજવલ્લભદાસ પ્રવચન આપશે.હળવદના સ્વામી સ્વરૂપદાસ પ્રેરક તરીકે ઉપસ્થિત રહેશે.કાંકરિયાના સ્વામી વાસુદેવાનંદ વિશેષ મહેમાન તરીકે હાજર રહેશે. આ કથાનો લાભ લેવા હરિભક્તોને અપીલ કરવામાં આવી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર