Saturday, September 21, 2024

હળવદ નકલંક ગુરૂધામ ખાતે રામદેવ રામાયણ કથાનો આજે સોમવારથી પ્રારંભ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ માં આવેલ નકલંક ગુરુધામ ખાતે ગૌ શાળા ના લાભાર્થે આજ રોજ તારીખ ૧૮/૦૪/૨૦૨૨ થી રામદેવ રામાયણ કથા નો પ્રારંભ થશે કથા ના વક્તા રાધે કૃષ્ણ શાસ્ત્રીજી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે હળવદ નકલંક ગુરુધામ ખાતે આજ રોજ કથા ના પ્રથમ દિવસે પરમ પુજ્ય વાસુદેવ બાપુ તેમજ ૧૦૦૮ મહા મંડલેશ્વર કણી રામ બાપુ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.નકલંક ગુરુધામ ના મહંત શ્રી દલસુખ મહરાજ તેમજ પીપળી ધામ ના મહંત મુખી બાપુ દ્વારા રામદેવ રામાયણ કથા નું આયોજન કરવામાં આવ્યું છે તા:- ૧૮/૦૪/૨૦૨૨ થી તા :- ૨૪/૦૪/૨૦૨૨ સુધી કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથા વક્તા શ્રી રાધે કૃષ્ણ શાસ્ત્રીજી દ્વારા રામદેવ પીર બાબા નો જન્મ,રામદેવજી વિરમદેવજી ના વિવાહ, સગુણા બેન ના લગ્ન,હરજીભાઠી નું મિલન વગેરે પ્રસંગોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે હળવદ નકલંક ગુરુધામ ખાતે ૨૦/૦૪/૨/૨૦૨૨ ના રોજ સંતવાણી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે તેમજ કથા ના છેલ્લા દિવસે ૫૧ કુંડી વિષ્ણુયાગ નું આયોજન કરવામાં આવ્યું છે હળવદ નકલંક ગુરૂધામ ના મહંત દલસુખ મહારાજ , પીપળી ધામ મહંત મુખી બાપુ તેમજ નકલંક ગુરુધામ ના સ્વયંમ સેવકો દ્વારા ખુબજ સુંદર મજા નું આયોજન કરવામાં આવ્યું છે કથા સમય દરમિયાન સમસ્ત ગામ ને પ્રસાદ માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
રવિ પરીખ હળવદ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર