અન્ડર – 14, 17 અને ઓપન એમ ત્રણ એઈજ કેટેગરીની મેચ યોજવામાં આવી. પાંચેય તાલુકામાંથી કુલ આશરે ૨૮ ટીમોએ ભાગ લીધો હતો. આ તકે જિલ્લા રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, હળવદ શહેર ભાજપ પ્રમુખ વાસુભાઈ સિણોજીયા અને શાળાના એમ.ડી. મહેશ પટેલ સર હાજર રહ્યા હતા. અન્ડર – ૧૪ મા ભાઈઓમાં સાર્થક સ્કુલ પ્રથમ અને તક્ષશિલા સ્કુલ બીજો નંબર મેળવ્યો હતો. જ્યારે બહેનોમાં મોરબીની નાલંદા સ્કુલ વિજેતા થયા હતા. અન્ડર- ૧૭ ભાઈઓમાં નાલંદા વિદ્યાલય પ્રથમ ક્રમાંક પર અને તક્ષશિલા સ્કુલ બીજા ક્રમાંક પર રહ્યા હતા.
જ્યારે બહેનોમાં પ્રથમ નંબરે નાલંદા સ્કુલ રહી હતી. જ્યારે ઓપન કેટેગરીમાં ભાઈઓમા તક્ષશિલા સંકુલ અને બહેનોમાં તક્ષશિલા કોલેજની ટીમે અવ્વલ નંબર મેળવ્યો હતો. શાળાના ટ્રસ્ટી રમેશ કૈલા અને રોહિત સિણોજીયાએ તક્ષશિલા સંકુલના હેન્ડબોલ રમતમાં રાજ્યકક્ષાની રમત માટે પસંદ થયેલ આશરે ૪૬ જેટલા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કોચ પ્રકાશ જોગરાણા અને પૂજાબેન ઓરા, હિતેશ કૈલાએ ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટ – રવી પરીખ હળવદ
એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુકત પ્રયાસો થકી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઇ.ડી. કાર્ડની જેમ ફાર્મર આઈ.ડી. કાર્ડ મળવાપાત્ર છે. રાજયમાં ગત તારીખ ૧૫ ઓકટોબરથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન અનુસાર પ્રધાનમંત્રી કિસાન યોજનાના રૂપિયા ૨૦૦૦ ના આગામી ડિસેમ્બરના હપ્તા માટે...
મોરબી: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેનો લાભ ગુજરાત સરકારના વર્તમાન કર્મચારીઓ અને પેન્શનરોને મળશે.
ગુજરાતમાં રાજ્ય સરકારના કર્મચારીઓને અત્યાર સુધી ૫૦ ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું હતું, હવે તેમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો...