હળવદ આસ્થા સ્પિન્ટેક્ષ ખાતે ગુજરાત સ્પિનિંગ એસોસિએશનના સભ્યોની કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથે શુભેચ્છા મુલાકાત
મોરબી: ગુજરાત સ્પિનિંગ એસોસિએશન પ્રમુખ ભરતભાઇ બોઘરા અને સભ્ય દ્વારા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને શુભેચ્છા મુલાકાત કરી વિવિધ પ્રશ્રનોની રજુઆત કરી, કોટન હબ બનાવવા માંગ કરી.
હળવદ આસ્થા સ્પિન્ટેક્ષ ખાતે કેન્દ્ર મંત્રી પિયુષ ગોયલ સાથે ગુજરાત સ્પિનિંગ એસોસિયેશનના પ્રમુખ ભરતભાઈ બોઘરા અને તેમના સભ્ય સહિત શુભેચ્છા મુલાકાત કરી કોટન હબ અને નવી ક્રાંતિ લાવવા વિવિધ બાબતે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, કોટન હબના વિકાસ માટે રજૂઆત કરી હતી.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલએ આગામી દિવસોમાં સ્પિનિંગ મિલોને પડતી અગવડતા દૂર કરવા સરકાર રજૂઆત કરવા ખાતરી આપી હતી. અને સરકાર હર હંમેશ સ્પિનિગ વિકાસ માટે કટીબદ્ધ છે. હળવદ આસ્થા સ્પિન્ટેક્ષની અધતન મશીનરી, ઇન્ફ્રાસ્કચર, કામગીરી, સંચાલન, વગેરે બાબતે પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ગુજરાત સ્પિનિંગ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ બોઘરા, હળવદ આસ્થા સ્પિન્ટેક્ષના એમડી જશુભાઈ પટેલ, ધાંગધ્રા યુવા ઉદ્યોગપતિ જયેશભાઈ પટેલ, ગૌતમભાઈ ધામાસણીયા, ડીવાઈન બોર્ડ પ્રા.લી ના ડિરેક્ટર નીતિનભાઈ પટેલ, ધનસુખભાઇ ભંડેરી,મોરબી જિલ્લાના ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ, ઇશ્વરભાઇ ઘેલાણી, હળવદના યુવા ઉદ્યોગપતિ અને પાટીદાર યુવા હ્દય સમ્રાટ દિવ્યાંગ જશુભાઈ પટેલ સહિતના ઉદ્યોગપતિઓ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.