લીંબુ અને લીલા મરચાનો ભાવ આસમાને પહોંચ્યા ગૃહિણીઓનું ખોરવાયું બજેટ
હળવદ :પવિત્ર રમઝાન માસ અને ચૈત્ર નવરાત્રિના પાવન દિવસો શરૂ થતા લીલા મરચાને લીંબુમાં એકાએક ભાવ માં ઉછાળો નજર ઉતારવાની ચીજો ને જ નજર લાગી ગઈ લીલા મરચાં અને લીંબુ બસો રૂપિયે કિલો ના ભાવે શાકભાજી માર્કેટમાં વેચાતા ગૃહિણી ઓ મૂંઝવણમાં મુકાઈ ગઈ મોટાભાગની સબ્જી બનાવવા મા લીલા મરચા અને લીંબુની જરૂર પડતી જ હોય ત્યારે અચાનક ૨૦૦ રૂપિયા કિલો ભાવ થઈ જવાથી સબ્જી નો ટેસ્ટ ફિક્કો પડી જવા પામ્યો હોય ત્યારે શહેરના કેટલાક વિસ્તારોની ગૃહિણીઓ દ્વારા શાકમાર્કેટમાં ચર્ચાઈ રહ્યું હતું કે નજર ઉતારવાની ચીજોને જ નજર લાગી ગઈ ત્યારે હાલ બંને સમુદાયના ચાલતા તહેવારો અને ગરમીની ઋતુ માં લીંબુ ની વધુ પડતી માંગ તેમજ ટેસ્ટ ફુલ રસોઈ માટે મરચાં ની વધુ પડતી માંગને કારણે સામાન્ય અને ગરીબ પ્રજા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે
રવી પરીખ હળવદ
