Saturday, September 28, 2024

હળવદની મેરૂપર શાળામાં દૂધ મંડળી દ્વારા આર.ઓ. અર્પણ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ઉત્પાદક સહકારી મંડળી મેરુપરનું શાળામા વધુ એક પ્રેરણાદાયી કાર્ય …

ઈન્ડસ્ટ્રીયલ આર.ઓ માટે રુ.૧,૦૦,૦૦૦ નું અનુદાન.

શિક્ષણ એ આજનાં સમાજની જરુરિયાત છે. વર્તમાન સમયમાં સરકારી શાળા ખાનગી શાળા કરતાં અદકેરી સુવિધાસભર બને એવા ઉમદા આશયથી મેરુપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી મેરુપર પે સેન્ટર શાળામાં આગવો સહયોગ પુરો પાડતી રહી છે.

મેરુપર શાળાની હરિયાળી જોઈ સૌ કોઇનું ત્યાં મન ઠરે . ઉનાળુ વેકેશનમા શાળા બાગબગીચાની અને વિદ્યાર્થીના પીવાના પાણીની જરુરિયાત ધ્યાને લઈ એક અનામી દાતા દ્વારા રુ.૨,૦૦,૦૦૦ નું માતદાર દાન શાળાને મળતા શાળામા બોર સુવિધા ઉપલબ્ધ થઈ..

શાળાની સ્વતંત્ર બોર સુવિધા ઉભી થતાં જ શાળામા ૫૦૦ વિદ્યાર્થીઓ માટેની સુવિધા ધરાવતો ઈન્ડસ્ટ્રીયલ આર.ઓ પ્લાન્ટ મુકવાની જરુરિયાત જણાઈ. આ જરુરિયાત સાંભળી તે પૂર્ણ કરવાં મેરુપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી આગળ આવી..મંડળીનાં પ્રમુખ  વિરમભા ખેર અને મંત્રી શાંતિલાલ બજાણિયા દ્વારા રુપિયા ૧,૦૦,૦૦૦ નો ચેક શાળાને એચ.ડી.એફ.સી બેંક મેનેજર સાહેબ હળવદની હાજરીમાં અર્પણ કરવામાં આવ્યો..

આ અગાઉ પણ મેરુપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા શાળામા સી.સી ટી.વી કેમેરા માટે ૧,૦૦,૦૦૦ નું અનુદાન અને વોટરકુલર માટે ૩૦,૦૦૦ નું અનુદાન મળેલ છે..નાના મોટા પ્રસંગોમા મંડળી હમેશા શાળામા રચનાત્મક સહયોગ આપી સેવાનું ઉત્તમ પ્રેરણાદાયી કાર્ય કરતી રહી છે..મંડળીના આ સહયોગને શાળા પરિવાર નત મસ્તક સ્વીકારી અભિનંદન પાઠવે છે અને મંડળીના પ્રમુખ વિરમાભા ખેર તથા મંત્રી શાંતિલાલ બજાણિયા અને સમગ્ર મંડળી કારોબારીનો શાળા પરિવાર હદયપૂવઁક આભાર વ્યકત કરે છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર