Thursday, December 5, 2024

હળવદના રણ વિસ્તારમાં નર્મદાના પાણી અગરીયાઓના મીઠાના પાટામાં ઘુસ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આ પ્રશ્નને લઈને અગરીયા આગેવાનો દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાને રૂબરૂ રજુઆત કરી ઘટતું કરવા માંગણી

હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર મીઠાના અગર માં પાણી ભરાઈ જવાના બનાવો બને છે જેના કારણે અગરિયાઓને મોટી નુકસાની વેઠવી પડે છે. અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી


હળવદ પંથકના કિડી, ટીકર, ખોડ સહિતના રણ વિસ્તારમાં નર્મદાનુ પાણી ઘૂસતા વેડફાટ થઇ રહેલ પાણી અગરીયાના મિઠાના પાટા સુધી પહોચ્યું છે જેને લઈને અગરીયાઓને આર્થિક નુકશાનીની ભીતિ સેવાઇ રહી છે. અગરિયાઓને મોં માં આવેલો કોળીયો છીનવાઇ જાય તેવી ભીતી સેવાઈ રહી છે.કેનાલમાંથી વેડફાટા મહામુલા પાણી રણમા ભરાવાનો સીલસીલો આગામી સમયમાં અટકશે નહીં તો મિઠા પાટા પાણીમા ગરકાવ થઈ જશે જેના પરિણામે અગરીયાઓની મહેનત એળે જાય તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. આ પ્રશ્નને લઈને અગરીઆ ભાઈઓની પરેશાની પારખી અગ્રણી છત્રસિંહ (પપ્પુભાઇ) ઠાકોરે. સનતભાઈ ડાભી, ભરતભાઈ રાઠોડ રતનસિંહ સરપંચ વગેરે આગેવાનો દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાને રૂબરૂ રજુઆત કરી ઘટતું કરવા માંગ ઉઠાવી છે.

રવી પરીખ હળવદ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર