Saturday, September 21, 2024

હળવદના છેવાડા ના ગામમાં નોકરી કરતા શિક્ષક દંપતિ એ પોતાની દીકરી ના જન્મદિવસની કરી અનોખી ઉજવણી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદના રાયધરા ગામે નોકરી કરતા એક શિક્ષક દંપતી એ પોતાની દીકરી ના જન્મદિવસ ને લઈને પોતાની શાળામાં આપ્યું અંદાજિત 200000 જેટલું દાન
આજના આ ટેક્નિકલ યુગ માં અમીરના બાળકોમાં જ ટેક્નોલોજી વારુ શિક્ષણ મળતું હોય છે એવા સમયે જીગર ભાઈ અને એમના ધર્મપત્ની ના ગરીબ બાળકો પ્રત્યેની લાગણી જોઈને તેમને ધન્યવાદ આપવાનું મન થાય તેવું કામ કર્યું છે

તેમની સાથે વાત કરતા એવું જાણવા મળ્યું કે સરકાર શ્રી દ્વારા ધોરણ 7&8 માં જ્ઞાનકુંજ નામના પ્રોજેક્ટ થી શિક્ષણ આપાય છે પણ જો આ જ શિક્ષણ પાયામાંથી આ બાળકોને મળે તો તેમાં વધારે સફળતા મળે બસ આ જ વિચારથી લઇ તેઓએ નિર્યણ કર્યો અને નીચેના વર્ગો માં આ સ્માર્ટ વર્ક મળે તે માટે સ્માર્ટકલાસ નું દાન આપવાનું વિચાર્યું અને આજે શ્રી રાયધરા પ્રાથમિક શાળામાં આ શિક્ષક દંપતિ દ્વારા અંદાજિત 200000 રૂપિયા જેટલું આર્થિક સહયોગનું દાન આપી બાળકોને આ સ્માર્ટકલાસ નું દાન કરવામાં આવ્યું હતું અને દીકરી કાયરા ના જન્મદિવસની ખરા અર્થમાં ઉજવણી કરી હતી
રવી પરીખ હળવદ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર