હજારો દીકરીના પાલક પિતાને કરાયા ICUમાં શિફ્ટ
ગુજરાત:હજારો અનાથ દીકરીઓના લગ્ન કરાવનાર સામાજિક આગેવાન અને પાટીદાર ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી એ ગઈ કાલે મોડી રાત્રે તેના મિત્રો અને પરિવારજનોને હ્રદયમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. બાદમાં તેમને હ્રદયમાં વધુ પડતો દુઃખાવો થતા સારવાર માટે પીપી સવાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. હાર્ટ એટેક આવતાની સાથે જ ડોકટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. પરિવારજનો અને શુભેચ્છકો તેમની તબિયત જાણવા માટે પીપી સવાણી હોસ્પિટલ પહોંચ્યા છે. જો કે તબીબોના જણાવ્યા અનુસાર તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.