Saturday, September 21, 2024

સ્વઃ ડો પ્રશાંત મેરજા ની પુણ્યતિથિ પર સર્વરોગ મેડિકલ કેમ્પ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી ખાતે રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા નાં પુત્ર સ્વઃ ડો પ્રશાંત મેરજા ની 14મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ સર્વરોગ મેડીકલ કેમ્પને કબીર આશ્રમના મહંત શિવરામદાસ બાપુએ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકયો હતો. આ તકે તેમણે ડૉ. પ્રશાંતના ગરીબ દર્દીઓ માટેના જીવન પર્યન્તના વિચારોને સાકાર કરવા તેમના પરિવાર દ્વારા ગરીબ દર્દીઓના રોગનું નિદાન, સારવાર, મફત દવાઓ અને દર્દીઓના ફોલોઅપની કામગીરી કરીને તેમના વિચારને અમર રાખવાનો યથોચિત પ્રયાસ થઈ રહ્યો છે.

જેનાં થકી સમાજના ગરીબ દર્દીઓને ભારે મોટી રાહત આવા મેડીકલ કેમ્પો મારફત મળી રહેતી હોય છે. આ મેડીકલ કેમ્પમાં ડૉ. ભાવિન ગામી, ડૉ. હિતેષ કણઝારિયા, ડૉ. સુકાલીન મેરજા, ડૉ. ભૂમિ ભાડેશિયા, ડૉ. ભાવેશ શેરશિયા, ડૉ. કૃપા મેરજા સહિતના ડોક્ટરોએ છ જેટલા વિવિધ રોગના દર્દીઓને તપાસી જરૂરી સારવાર આપી હતી. ડૉ. પ્રશાંત ફાઉન્ડેશનના નેજા હેઠળ યોજાયેલ આ મેડીકલ કેમ્પના દર્દીઓને વિનામૂલ્યે સારવાર ઉપરાંત ફ્રી મેડિસીનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.


આ મેડીકલ કેમ્પની સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓએ મોટી સંખ્યામાં મુલાકાત લીધી હતી. જેમાં સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, વિનોદભાઈ ચાવડા, નગરપાલિકા પ્રમુખ કે.કે.પરમાર, કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, શહેર અગ્રણી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રદીપભાઇ વાળા, કાઉન્સિલ જેન્તીભાઈ વીડજા, મંજુલાબેન દેત્રોજા, સીમાબેન સોલંકી, નરેન્દ્રભાઇ પરમાર, હર્ષદભાઈ કંઝારિયા, આસિફભાઈ ઘાંચી, દેવાભાઈ અવાડીયા, પ્રકાશભાઇ ચભાડ. સામજિક અગ્રણીઓ મેરુભાઈ કંઝારિયા, પોપટલાલ કગથરા, ડૉ. મનુભાઇ કૈલા, બચુભાઈ ગામી, દિનુભાઈ ભોજાણી, સુરેશભાઈ શિંરોહીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર