મોરબી: તા.૨૦/૦૧/૨૦૨૩ના રોજ યોજાયેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૭માં પદવીદાન સમારંભમાં મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીએ B.Sc બોટની વિષયનો ગોલ્ડમેડલ તેના નામે કર્યો છે. સળંગ ત્રણ વર્ષથી બોટની વિષયનો ગોલ્ડમેડલ નવયુગ કોલેજના સ્ટુડન્ટએ મેળવ્યો છે.
નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિની વસિયાણી રીનાએ બોટની વિષયમાં યુનિવર્સિટીના તમામ સ્ટુડન્ટ્સમાં વધુ માર્ક મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કરી સર્વોચ્ચ સિદ્ધી પ્રાપ્ત કરી છે. તેઓને આ મેડલ કુલાધિપતિ, કુલપતિ અને શિક્ષણમંત્રીની હાજરીમાં આપવામાં આવ્યો હતો.
તેમની આ અનન્ય સિદ્ધી બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા, ટ્રસ્ટી બલદેવભાઇ સરસાવાડીયા, પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલા અને અધ્યાપક ગણે અભિનંદન પાઠવ્યા છે.
મોરબી સિંધી સમાજ દ્વારા આજે શ્રી ગુરુ નાનક જયંતી નિમિતે સિંધુ ભવન ખાતે ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી.
સર્વે સિંધી સમાજ મોરબી દ્વારા આજે શ્રી ગુરુ નાનક જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્ટેશન...
ટંકારા તાલુકામાં કોઈ કારણોસર સોમવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઇ શકી ન હતી. જેથી આજે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ટંકારામાં ટેકાના ભાવે મગફળીની ખરીદ કેન્દ્ર નક્કી કરી મગફળીની ખરીદી શરૂ કરી હતી.
સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા સોમવારથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે કોઈ કારણસર...
ટંકારા નગરપાલિકા જાહેર થયા બાદ હવે ટુંક સમયમાં તેની ચુંટણી પણ આવવાની હોવાથી તંત્ર દ્વારા વોર્ડ રચના અને સિમાંકન બેઠકોની ફાળવણીનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ટંકારા નગરપાલિકામાથી કલ્યાણપર ગામને બાકાત કરવાનો તંત્ર દ્વારા ઓડર કરવામાં આવ્યો છે અને ટંકારા નગરપાલિકામાં ૬ વોર્ડ અને ૨૪ બેઠકો રચવામાં આવી...