સંગઠન મહામંત્રી અને પ્રદેશના આગેવાનોની ખાસ ઉપસ્થિતિમાં મેરેથોન મીટીંગ
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પક્ષ દ્વારા છેલ્લા કેટલાક સમયથી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને મહાનગરોના પ્રમુખો પ્રભારીઓ વગેરેની મિટીંગ મળી હતી.
ભાજપના ગુજરાતના સંગઠન મહામંત્રી વી. રત્નાકર, કચ્છના સાંસદ સભ્ય અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા સહિતનાઓની ઉપસ્થિતિમાં ગત્ રોજ કરણપરા ખાતે આવેલા શહેર ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે બપોરે એક વાગ્યાથી આ મીટીંગ ચાલુ થઈ અને સાંજે મોડે સુધી તે ચાલી હતી.
આ બેઠકમાં રાજકોટ જૂનાગઢ બોટાદ, મોરબી પોરબંદર સુરેન્દ્રનગર અમરેલી ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા સહિત 15 મહાનગર અને જિલ્લાઓના પ્રમુખો અને પ્રભારીઓ સહિત ૪૦ જેટલા આગેવાનો આ મીટીંગમાં ઉપસ્થિત રહ્યા છે.
