આજના 21 મી સદીમાં પણ સમાજમાં દીકરા દીકરીના ભેદભાવના કારણે દીકરા અને દીકરી કરવામાં તેમજ બેટી બચાવો બેટી વચ્ચે આ ભેદ દુર થયા અને બાળકોને સમાન તક મળે તે જરૂરી છે
સરકાર તો વિવિધ કાર્યક્રમ થતા હોય છે લોકો અને સામાજિક સંસ્થાઓએ પણ લોક જાગૃતિ માટે પોતાનું યોગદાન આપે તે જરૂરી છે. જેથી સમાજમાં આગવી સન્માનજનક ઓળખ ઉભી થાય, અન્ય લોકો પણ પોતાના સંતાનમાં દિકરો – દિકરીના ભેદ ભૂલીને દિકરી પણ દિકરા સમાન છે. તેવું માનીને આવા લોકોમાંથી પ્રેરણા લે, તંદુરસ્ત અને સમૃદ્ધ તેમજ સુરક્ષિત સમાજની રચના થાય, સમાજમાં બેટીઓ માટે સન્માનજનક સ્થાન બને, દિકરીઓ પર અત્યાચાર બંધ થાય તેના માટે લોકોમાં જાગૃતિ આવે, દિકરીઓ આત્મનિર્ભર થાય અને સ્વરક્ષણ કરતી થાય તેવા સંદેશ સાથે સેતુબંધ ફાઉન્ડેશન અને ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે જે પરિવારમાં જેને સંતાનના નામે માત્ર એક દિકરી જ હોય તેવા પરિવારના સન્માનનો કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સંતાનમાં ફક્ત એક દીકરી જ ધરાવતા પરિવાર કે જેમાં માતા-પિતાની ઉંમર 45 વર્ષથી ઉપર હોય અથવા તો દિકરીની ઉમર 15 વર્ષથી ઉપરની હોય તેવા માતા-પિતાઓના મહાનુભાવોના હસ્તે સન્માનનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ.
આ કાર્યક્રમમાં ભાગ લેવા દરેકે રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત છે. જેના માટેના ફોર્મની PDF આ સાથે સામેલ કરેલ છે. આ ઉપરાંત આ ફોર્મ અમારી ઓફિસેથી પણ મળી શકશે. આ ફોર્મ દરેક સમાજના લોકો ભરી શકશે. આ ફોર્મ તા. 31 માર્ચ સેતુબંધ ફાઉન્ડેશન ઓફિસે પહોચ્ડવાનું રહેશે.
