સિવિલ હોસ્પિટલમાં લેડીઝ શૌચાલય બનાવવા સી.એમ ને રજુઆત કરવામાં આવી
મોરબી જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ની સુવિધા ને લઇ ને અવારનવાર ફરીયાદો અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવેછે પણ જવાબદાર તંત્ર આંખ આડા કાન કરતુ હોય તેવું લાગી રહ્યું છે ત્યાર મોરબીના જાગૃત સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, અશોક ખરચરીયાં, જગદીશભાઇબાંભણીયા, મુસાભાઇ બ્લોચ અને જીગ્નેશભાઈ પંડયાએ મોરબી સિવિલ હોસ્પીટલમાં લેડીઝ શૌચાલય બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.
રજૂઆતમાં જણાવ્યું હતું કે મોરબી જીલ્લામાં એક માત્ર સિવિલ હોસ્પીટલ આવેલ છે પરંતુ કમનસીબે અહીંયા લેડીઝ માટેનું શૌચાલય નથી. અને જે છે તેમાં એક વર્ષથી ખંઢેર હાલતમાં પડેલ છે અને ત્યાં કોઇ જાતની સફાઇ થતી નથી પોખરા ભરાઇ જવાથી પાણીનો નીકાલ થતો નથી. તો મોરબી જીલ્લા કે અન્ય ગામમાંથી આવતા દર્દીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તથા તે દર્દીઓને મળવા આવતા તેમના સગા-વ્હાલાને જાહેરમાં શૌચ કરવું પડે છે. સને-૨૦૧૪ થી આ અંગે રજુઆત કરેલ હતી, અને આ શૌચાલયને મરામત માટે ગ્રાન્ટ રૂા. ૯૭.૬૩ લાખની ગ્રાન્ટ મંજુર થયેલ છે. પરંતુ આ અંગે કોઇ પણ જાતનું કામકાજ હજુ સુધી થયેલ નથી. અને જે થયેલ છે તે ગોકળ ગાયની ગતીએ થયેલ છે અને જે અગત્યનું છે તે કામ થયેલ નથી જે હજુ સુધી પેન્ડીંગ છે અને જાહેર શૌચાલયને તાળા લગાડેલ છે. આર.એમ.ઓ. ની ઓફીસની સામે જ શૌચાલયને તાળા મારેલ છે અને ઓફીસ ની સામે ગંદકીનો રાફળો ફાટેલ છે. છેલ્લા ૬ થી ૭ મહિનાથી આ શૌચાલયને તાળા મારેલ છે.
જેમ નગર દરવાજના ચોકમાં સીએમના આદેશ થી લેડીસ સંડાસ-બાથરૂમ થયેલ હોય તો આ સિવિલ હોસ્પીટલમાં પણ તાત્કાલીક ધોરણે સંડાસ-બાથરૂમ થશે અને મોદી સાહેબનું સપનુ હર ધર સૌચાલય સાકાર થાય તથા રન બસેરા આગળ ના ભાગમાં જે જગ્યા ખાલી પડેલ છે ત્યાં અલગ લેડીસ શૌચાલય બનાવો અને અલગ સૌચાલય બનાવવા કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી