મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બે શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
/
જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બેલા (રંગપર) ગામની સીમમાં, પોલો સેનેટરીવેર કારખાનાના રૂમ નં.57માં બાતમીને આધારે દરોડો પાડી મૂળ ધ્રાંગધ્રા તાલુકાના રામપર ગામના વિજયભાઇ શિવાભાઇ ઝાલા અને જસાપર ગામના જગદીશભાઇ દિનેશભાઇ પારઘીને અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇગ્લીશદારૂની બોટલ નંગ-18, કિંમત રૂ.6895ના મુદ્દામાલ સાથે બન્નેને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
