આંબેડકર ચોકમાં આવેલા કબીર આશ્રમ ખાતે સામાજિક સમરસતા અંગેનો રામ ખીચડીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.
આશ્રમના મહંત કરશનદાસ બાપુએ પ્રવર્ચનમાં જણાવ્યું હતું કે ઈશ્વર કે પ્રકૃતિ આપણી સાથે ક્યારેય ભેદભાવ રાખતી નથી આપણે મનુષ્ય તરીકે કેમ જાતિગત, ઉચ્ચ નીચના ભેદભાવ રાખીએ છીએ? કાર્યક્રમના મુખ્ય વકતા વિજયભાઈ રાવલે જણાવ્યું હતું કે સંતોને પ્રશ્ન પૂછવામાં આવે છે કે સમાજમાં સમરસતાનું કાર્ય ક્યાં સુધી કરશો ? સંતોનો જવાબ છે કે માનવરૂપી ખારો દરિયો જ્યાં સુધી સમરસતાનો મીઠો દરિયો ના બને ત્યાં સુધી આ કાર્ય અવિરત કરતા જ રહીશું
કાર્યક્રમના અંતે રામ ખીચડીનો મહાપ્રસાદ સૌએ એક પંગતમાં બેસીને લીધો હતો
