મોરબી સ્વ.મનોજભાઈ સરડવાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે
સરડવા પરિવાર, શિવ પેલેસ પરિવાર અને મિત્ર મંડળ દ્વારા રક્તદાન રૂપી શ્રદ્ધાંજલિ અર્પવા રક્તદાન કેમ્પનું આયોજન. અવની ચોકડી ખાતે કરવામાં આવ્યું છે.
જિંદગીની સુવાસને ચો-તરફ ફેલાવી પોતાના જીવન દ્વારા સગા વ્હાલા, મિત્ર મંડળ અને પોતાના સંપર્કમાં આવનાર તમામ લોકોના હૃદયમાં અદકેરું સ્થાન પ્રાપ્ત કરનાર મનોજભાઈ સરડવાની વસમી વિદાયને તારીખ 6/04/2022 ના એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે એ નિમિત્તે તેમને શ્રદ્ધા સુમન વ્યકત કરવા તેમની યાદમાં શુભકાર્ય કરવાના સંકલ્પરુપે રક્તદાન કેમ્પનું તા. 06-04-22 ને બુધવારે સાંજે 4 થી 6, શિવ પેલેસ, અવની ચોકડી, કેનાલ રોડ મોરબી ખાતે સરડવા પરિવાર, શિવ પેલેસ પરિવાર અને મિત્ર મંડળ દ્વારા આયોજન કરેલ છે. જેમા રક્તદાન રૂપી મહાદાન કરી આપી શ્રદ્ધાંજલિ અર્પવા કેશવજીભાઇ નરશીભાઈ સરડવા,વિજયભાઈ કેશવજીભાઇ સરડવા,અશ્વિન કેશવજીભાઇ સરડવા, અનિતાબેન મનોજભાઈ સરડવાસમગ્ર સરડવા પરિવારજનો દ્વારા અનુરોધ કરાયો છે
કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબી દ્વારા આવતીકાલે ઉત્તરાયણ માં પતંગ ની દોરી થી ઘાયલ થતાં અબોલ પક્ષીઓ ને તાત્કાલિક સારવાર મળી રહે એવા હેતુ થી તેમનો હેલ્પલાઇન નંબર જાહેર કરવા માં આવ્યો છે તથા સંસ્થા દ્વારા મોરબી ના મુખ્ય જગ્યોઓ ઉપર 20 પક્ષી કલેક્શન સેન્ટર ઊભા કરવા માં આવ્યા છે....
વાંકાનેર: ઢુવા ચોકડી પાસે રોડ પર કાર વડે જોખમી સ્ટંટ કરતા ઈસમને ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ઢુવા ચોકડી પાસે વાહન ચેકિંગ કરતા હોય તે દરમ્યાન એક કાર ચાલક પોતાની કારના ડ્રાઈવર સાઈડના દરવાજામાંથી પોતે ડ્રાઈવર સાઈડના દરવાજો ખોલી કારના...