Saturday, September 21, 2024

સમગ્ર રાજ્યમાં આજે અને આવતીકાલે ધોરણ સાતની પરીક્ષા રદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભાવનગરમાં શાળામાંથી પ્રશ્ન પત્ર ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ

ભાવનગરમાં શાળામાંથી પ્રશ્ન પત્ર ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. મળતી જાણકારી તળાજા તાલુકાની નેસડવ પ્રાથમિક શાળામાં ધોરણ 6, 7 અને 8ના વાર્ષિક પરીક્ષાના પ્રશ્ન પત્રો ચોરી થઈ જતા શાળાના આચાર્યએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.  ધોરણ સાતના પ્રશ્નપત્રની ચોરીને પગલે  રાજ્યમાં 22 અને 23 એપ્રિલની ધોરણ 7ની પરીક્ષા રદ કરવામાં આવી છે.  ધોરણ સાતનું આજે વિજ્ઞાનનું પેપર અને આવતીકાલનું સામાજિક વિજ્ઞાનનું પેપર રદ કરાયાની પુષ્ટી કરવામાં આવી છે. અમરેલી, મહેસાણા અને બોટાદ જિલ્લામાં આજની પરીક્ષા રદ કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગની સૂચના અનુસાર તળાજા તાલુકાની નેસવડ પ્રા. શાળા,જી.ભાવનગર માંથી વાર્ષિક પરીક્ષાનાના પ્રશ્નપત્ર ની ચોરી થવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ તપાસ ચાલુ છે.વિદ્યાર્થીઓના હિતને ધ્યાન રાખીને તા.22/4/22 અને તા.23/4/22 ના રોજ યોજાનાર ધોરણ 7 ની પરીક્ષા રદ કરવામાં આવે છે. સોમવારથી રાબેતા મુજબ ધોરણ 7 ની પરીક્ષા યોજવાની રહેશે.અન્ય ધોરણોની પરીક્ષા અગાઉથી આપેલા સમયપત્રક મુજબ લેવાની રહેશે.

ગુજરાતભરમાં લેવાનારી ૭ મા ધોરણની પરીક્ષાના બે પેપર રદ, વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના પેપર રદ ૨૨ અને ૨૩ તારીખે લેવાનાર ધોરણ ૭ ની વાર્ષિક પરીક્ષાના પેપર રદ, જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા આદેશ ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળમાંથી પરીક્ષાના પેપરોની ચોરી થતા પેપર રદ, સોમવારથી રાબેતા મુજબ ધોરણ ૭ ના પેપર લેવાશે ધોરણ ૭ સિવાયના તમામ ધોરણની પરીક્ષા યથાવત

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર