Monday, September 23, 2024

સફાઈ કામદારો ના પ્રતિક ઉપવાસ નો આજે સાતમો દિવસ….

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ નગરપાલિકા અમારી સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરે છે.વાલ્મિકી સમાજ સફાઈ કામદારો!!

(સફાઈ કામદારો ની માંગણી મુજબ સવર્ણ સફાઈ કામદારો ને સફાઈ કામગીરી સોંપવાનો હુકમ કરી દેવાયો છે-ચીફ ઓફિસર)

હળવદ નગરપાલિકા દ્વારા રોસ્ટર પદ્ધતિથી ભરતી કરવામાં આવેલા સફાઈ કામદાર કર્મચારીઓ પાસેથી મૂળભૂત હેતુ મુજબની સફાઈ કામગીરી જ કરાવવામાં ન આવતી હોય ત્યારે સમસ્ત વાલમીકી સમાજ ના સફાઈ કામદારો દ્વારા રોસ્ટર મુજબ ભરતી થયેલા સફાઈ કામદારો પાસે પણ સફાઇની કામગીરી કરાવવાની માંગ સાથે આજે સાતમા દિવસે પણ પ્રતિક ઉપવાસ ચાલુ રાખતા આજે હડતાલ છાવણીએ ગુજરાત દલિત સમાજ ના પ્રમુખ જીતુભાઇ બારીયા એ મુલાકાત લીધી હતી જ્યારે પાલિકા ના ચીફ ઓફિસર ના જણાવ્યા મુજબ સવર્ણ સફાઈ કામદારો ને સફાઈ કામગીરી સોંપવાનો હુકમ કરી દેવાયો હોવાનું જણાવ્યું છે.
હળવદ પાલિકા કચેરી ખાતે કામ કરતા વાલ્મિકી સમાજ ના સફાઈ કામદારો એ તારીખ 22/4 ના રોજ હળવદ નગરપાલિકા કચેરીમાં તાજેતરમાં રોસ્ટર મુજબની ભરતી થયેલ સફાઈ કામદારો પાસે મૂળભૂત હેતુ મુજબ શહેરમાં સફાઈ કામગીરી કરવા માટે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજદિન સુધી કોઈપણ પ્રકારની એવી કામગીરી કરવામાં આવી નથી જેને લઇ વાલ્મિકી સમાજના સફાઇ કામદારો આજે ચોથા દિવસે પણ પતિક ઉપવાસ ચાલુ રાખ્યા છે..

રવિ પરીખ હળવદ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર