Wednesday, January 22, 2025

શ્રીમતી જે એ પટેલ મહિલા કોલેજ માં પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ઘરગથ્થુ ખાદ્ય પદાર્થો નો ઉપયોગ કરી 30થી વધુ પોષણક્ષમ વાનગીઓ બનાવી

દર વર્ષની જેમ આ વરસે પણ પોષણ માસ ની ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે પરીક્ષાના સમયને ધ્યાનમાં રાખીને આજે શ્રીમતી જે એ પટેલ મહિલા કોલેજમાં ઉજવણી કરવામાં આવી હતી


કૉલેજના NSS યુનિટ અને હોમસાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પોષણ મૂલ્યવર્ધક વાનગી બનાવવાની રીત, નાના બાળકો અને સગર્ભા મહિલા-માતાઓ અને કિશોરીઓમાં કુપોષણ નિવારવાની પ્રેકટીકલ સમજ આપવામાં આવી.જુદા -જુદા પોષણ મૂલ્યો ધરાવતાં અનાજ, કઠોળ, શાકભાજી, તેલિબિયાં, ખજૂર, રાજમા, રાગી, ગાજર, બીટ, આળવીનાં પાન વગેરે ઘરગથ્થું પદાર્થનો ઉપયોગ કરીને કુલ ૩૦ વાનગીઓ બનાવવામાં આવી.
એન.એસ.એસ.ની સ્વયંસેવકાઓ દ્વારા વાનગીઓ બનાવવામા આવી હતી. જંકફુડથી દૂર રહેવા હાકલ કરવામાં આવી. ગરીબ ઘરની વ્યકિત પણ ઓછી કિમતે પોષ્ટિક વાનગી બનાવીને આરોગી શકે એ બાબતે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રિ. ડૉ. પી. કે.પટેલ પ્રેરક વકતત્વ આપ્યું. મોરબી જીલ્લા NSS કો-ઓર્ડીનેટર પ્રો.વનિતાબેન કગથરાએ યોગ્ય માર્ગદર્શન આપ્યું. આ તકે હોમસાયન્સના અધ્યક્ષ પ્રો.દક્ષાબેન પટેલ , પ્રો. દિનેશભાઈ ઠોરીયા, ડૉ. રમેશભાઈ પવાર, પ્રો મંજુલાબેન દેસાઈ વગેરે હાજર રહીને વિધાર્થીને પ્રોત્સાહિત કરેલ. આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન પ્રો.વનિતાબેન કગથરાએ કર્યું હતું

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર