મોરબી જિલ્લાની 185 ખાનગી શાળામાં1368 જગ્યા મંજૂર કરવામાં આવેલ છે
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ રાજ્યની ખાનગી શાળામાં 25 ટકા ખાલી બેઠક પર દર વર્ષે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે જેમાં બાળકોને ધોરણ 1થી 8 સુધી નિ:શુલ્ક અભ્યાસ કરાવવામાં આવે છે આ ઉપરાંત શાળામાં યુનિફોર્મ અને પુસ્તકો માટે પણ સરકાર તરફથી સહાય ચુકવણી કરવામાં આવે છે.ત્યારે શૈક્ષણિક વર્ષ 2022-23 માંRTE અંતર્ગત પ્રવેશ પ્રકિયા અંગે પણ સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે અને તે અંતર્ગત મોરબી જિલ્લાની 185 ખાનગી શાળામાં 1368 જગ્યા મંજુર કરવામાં આવી છે આ મંજુર થયેલ જગ્યા માટે તા 30 માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરુ થઇ જશે. અને આગામી 11 એપ્રિલ સુધી ચાલશે.તાલુકા મુજબ જોઈએ તો મોરબી તાલુકાના 101 શાળા માટે 892 જગ્યા,હળવદ માટે 27 શાળામાં 99 બેઠક,વાંકાનેરની 34 શાળામાં 198,ટંકારામાં 22 શાળામાં 172 માળિયાની એક ખાનગી શાળામાં 7 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. માધ્યમની વાત કરીએ તો ગુજરાતી માધ્યમની 32 અને અંગ્રેજી માધ્યમની 152 જયારે હિંન્દી માધ્યમમાં 01 શાળા મંજુર થયેલ છે.
RTE અંતર્ગત કોણ કોણ ફોર્મ ભરી શકે છે રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળા માટે ખાલી કરેલ જગ્યા માટે ચોક્કસ શરતો અને કેટેગરી નક્કી કરવામાં આવી છે આ નિયત કેટેગરી અને શરત મુજબ આવતા વાલીના બાળકો આરટીઈમાં પ્રવેશપાત્ર રહે છે ગરીબ અથવા માતા પિતા વિહોણા બાળકો,વિધવા માતાના બાળકો, બીપીએલ પરિવાર,એસસી એસટી કેટેગરીમાં આવતા પરિવારના બાળકો, ઓબીસી કેટેગરી તેમજ જનરલ કેટેગરીમાં આવતા પરિવારના બાળકો નવી શિક્ષણ નીતિ મુજબ શાળામાં પ્રવેશ મેળવવા માગતા બાળકના ચાલુ શૈક્ષણીક વર્ષમાં 6 વર્ષ પૂર્ણ થવા જરૂરી
ગ્રામ્ય વિસ્તારમાં વાલીની વાર્ષિક આવક વધુમાં વધુરૂ 1.20 લાખ જયારે શહેરી વિસ્તારમાં રૂ 1.50 લાખ આરટીઈમાં પ્રવેશપાત્ર
(બોક્સ )ફોર્મ ભરતી વખતે જરૂરી ડોક્યુમેન્ટ
બાળક અને માતા પિતાનું આધાર કાર્ડ
બાળકનો જન્મતારીખનું પ્રમાણ પત્ર
પાસપોર્ટ સાઈઝ ફોટો
માતા પિતાનો જ્ઞાતિનું પ્રમાણપત્ર (લાગુ પડે તેમને )
રાશન કાર્ડ (બીપીએલ સ્કોર કાર્ડ જેને 1થી 20 સ્કોર હોય તેમને )
પિતાનું આવકનું પ્રમાણપત્ર
બાળક અથવા માતા પિતાની બેંક પાસબુક નકલ
પોલીસ તો આ દેશી દારૂના ધંધા વાળાનું કાંઈ કરતી નથી હવે ઇન્કમ ટેક્સ ધ્યાન દયે તો ધનના ઢગલા
(સૌજન્યથી) મોરબી: શીર્ષક વાક્યને વાંચકો કદાચ મૂર્ખતા પૂર્ણ સમજતા હશે. પરંતુ અહી જે, વિગતો રજૂ કરવામાં આવી છે તે ધ્યાનથી સમજજો અને વાંચો તો અમારી વાતમાં કેટલો દમ છે તે તમને સમજાઈ...
મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગર મંગલમ વિસ્તારમાં ખૂલ્લા પટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગર મંગલમ વિસ્તારમાં ખૂલ્લા પટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો પ્રવિણભાઇ સવજીભાઇ...
મોરબી: ભડીયાદ કાંટા પાસેથી ભાડુ લઈ યુવક અને ભત્રીજો જઈ રહ્યા હતા ત્યારે મોરબીના જૂના રફાળેશ્વર રોડથી લાલપર ગામ તરફ જવાના આર.સી.સી રોડ ઉપર આવેલ ગોળાઈ ઉપર અજાણ્યા શખ્સે બાઈક આડુ નાખી યુવક અને તેના ભત્રીજા સાથે બોલાચાલી કરી યુવકને ચાર શખ્સોએ પકડી છરી વડે ઈજા પહોંચાડી હોવાની મોરબી...