શિયાળામાં મોટાભાગની છોકરીઓની સમસ્યા ડ્રાય હેરની હોય છે. જેમ જેમ ઠંડો પવન ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનાવે છે, તેમ તેમ ત્વચા અને વાળ માટે ખાસ કાળજી લેવાની જરૂર રહે છે. તે જ રીતે, વાળ પણ ઠંડા પવનોના પ્રભાવ હેઠળ શુષ્ક બને છે. જેના કારણે, તે ઘટીને તૂટી જાય છે. પરંતુ આ સમસ્યાને દૂર કરવા અમે તમને જણાવીએ ખાસ હેર પેક જેની મદદથી વાળને મજબૂત અને પોષણ યુક્ત બનાવી શકો છો. આ સાથે તમારે સ્પા લેવા માટે પાર્લર જવું પડશે નહીં. તો ચાલો આપણે જાણીએ કે હેર પેક વિશે જે વાળને મજબુત બનાવશે અને તેને સિલ્કી અને ચમકદાર બનાવશે.
ચા ના પાનનો હેર પેક
એક ચમચી તેલમાં એક ચમચી ચાના પાન નાખો અને તેને ગરમ કરો. તેલ બરાબર ગરમ થઈ જાય પછી તેને ચાળણીથી ગાળી લો અને ચાના પાનને અલગ કરો. હવે તેમાં બીટરૂટની પેસ્ટ મિક્સ કરો અને તેને બધા વાળ પર લગાવી દો. 30 મિનિટ પછી વાળને સામાન્ય પાણીથી ધોઈ લો.
કેળાની હેર પેસ્ટ
તમારા વાળની લંબાઈ પ્રમાણે કેળાની પેસ્ટ બનાવો. હવે તેમાં ઇંડા અને થોડા ટીપાં ઓલિવ ઓઈલ નાંખો અને તેને બરાબર મિક્સ કરો. વાળ પર લગાવ્યા બાદ સૂકવવા છોડી દો. જ્યારે વાળ સંપૂર્ણ સુકાઈ જાય ત્યારે વાળને માઇલ્ડ શેમ્પૂથી ધોઈ લો.
મેથીની પેસ્ટ
મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે મેથી ને પીસી લો અને એક પેસ્ટ બનાવો અને તેમાં દહીં અને મધ મિક્સ કરો. તેને એક કલાક વાળ પર લગાવી રાખો અને પછી શેમ્પૂથી વાળ ધોઈ લો.
આમ, તમે ઘરે સરળતાથી આ સરળ ટીપ્સ અપનાવી શકો છો. આ વાળની ખોવાયેલી ચમકને પાછી લાવશે અને વાળ એકદમ સિલ્કી અને મજબૂત બનશે