મોરબીના શકતશનાળાના રહેવાસીએ પોતાના કુળદેવીના પ્રાગટ્ય ના દિવસે શકતશનાળાની સ્કુલમાં બાળકોને નોટબુક અને પેનનું વિતરણ કર્યું હતું.
આઈ ભક્તો માં ની જન્મજયંતી નિમિત્તે હોમ હવન પુજા અર્ચના કરતાં હોય છે ત્યારે મોરબીના શકતશનાળા ગામના રહેવાસી હસમુખભાઈ રબારીએ તેમના કુળદેવી રાજબાઈમાંના પ્રાગટ્ય દિવસ નિમિતે શકતશનાળાની સ્કુલમાં ધોરણ-૧માં અભ્યાસ કરતા ટોટલ ૪૨ બાળકોને નોટબુક અને પેન નું વિતરણ કર્યુ.
