Sunday, September 29, 2024

વ્યાજખોરીનુ દુષણ દુર કરવા માટે મોરબી પોલીસ એક્શન મોડમાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વ્યાજખોરો સામે મોરબી પોલીસની લાલ આંખ, નિયમ કરતા વધુ વ્યાજ લેનાર સામે કાર્યવાહી

મોરબી: મોરબીમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉંચા વ્યાજે રૂપિયા આપી રૂપિયા વ્યાજ સહીત પરત કરી દીધા હોય તેમ છતા વ્યાજખોરો દ્વારા ધાક ધમકી આપી બળજબરીથી ઉંચુ વ્યાજ લઈ પઠાણી ઉઘરાણી કરતા હોય જેની અવાર નવાર મોરબી પીલસ ને અરજીઓ મળતી હોવાથી મોરબી પોલીસે હવે આવા વ્યાજખોરો સામે લાલ આંખ કરી નિયમ કરતા વધુ વ્યાજ લેનાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ધર્મ સિધ્ધિ સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈ કેશવજીભાઇ પરમાર (ઉ.વ.૨૭) એ આરોપી શક્તિસિંહ ઝાલા રહે. ગુ.હા. બોર્ડ, ભાવેશભાઇ સતવારા તથા દર્શનભાઈ સતવારા રહે. બંને ગોકુલનગર મોરબી, મયુરભાઈ આહીર રહે. ક્રિષ્ના ફાયનાન્સ સ્વામિનારાયણ મંદિર મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આજથી એક વર્ષ થી તા.૧૫-૧૨-૨૦૨૨ ના સુધીમાં ફરીયાદીએ આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે વ્યાજે પૈસા લીધેલ હોય જે વ્યાજે લીધેલ પૈસાનુ ઉચું વ્યાજ ચુકતે કરી મુળ રકમ પરત આપેલ હોવા છતા આરોપીઓએ ફરીયાદી પાસેથી વધુ પૈસા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરી મૃત્યુના ભયમા મુકી આરોપી શક્તિસિંહ ઝાલા, ભાવેશભાઇ, દર્શનભાઈએ ઢીકાપાટુનો મારમારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ભોગ બનનાર પ્રદીપભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો. કલમ- ૩૮૭,૩૮૪, ૩૨૩, ૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારઓ બાબતનો અધીનિયમ-૨૦૧૧ ની કલમ-૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજી ફરીયાદ મોરબીના પંચાસર રોડ, રાજનગર સોસાયટી માતૃકૃપા મકાનમાં રહેતા મહાવીરભાઈ નરેન્દ્ર કુમાર વૈષ્ણવ (ઉ.વ.૩૯) એ આરોપી જયરાજભાઈ જીવણભાઈ સવસેટા રહે. દેવગઢ તા. માળીયા (મી) વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફેબ્રુઆરી/૨૦૨૨ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન ફરીયાદીએ અલગ અલગ તારીખ સમયે આરોપી પાસેથી રૂપીયા- ૧૪,૫૦,૦૦૦/- વ્યાજે લીધેલ હોય જે વ્યાજે લીધેલ રૂપીયાનુ ઉંચુ વ્યાજ તથા મુળ રકમ સહીત કુલ રૂપીયા- ૨૦,૬૯,૫૦૦/- ચુકતે કરી દીધેલ હોવા છતા આ કામના આરોપીએ ફરીયાદી પાસે મુડી વ્યાજ સહીત રૂપીયા- ૩૨,૦૦,૦૦૦/-બળજબરીથી કઢાવી લેવા મોત નિપજાવાવના ભયમા મુકી બળજબરીથી નોટરી વકીલ સમક્ષ ખોટુ લખાણ કરાવી લઇ બે કોરા ચેક લઇ રૂપીયા કઢાવવા સારૂ પઠાણી ઉઘરાણી કરી અવાર નવાર ફોન પર તેમજ રૂબરૂ બીભત્સ ગાળો આપી તેમજ બાકીની વ્યાજની રકમ મારી નાખવાની ધમકી આપી બળજબરીથી કઢાવી લેવાની કોશીષ કરતો હોવાની ભોગ બનનાર મહાવીરભાઈએ આરોપી જયરાજ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ-3૮૬,૩૮૭,૫૦૪, તથા ગુજરાત નાણા ધીરધાર કરનારાઓ બાબતનો અધિનિયમ ૨૦૧૧ની કલમ-૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે ત્રીજી ફરીયાદ મોરબી કામધેનુ પાર્ટી પ્લોટ પાસે કંડલા બાયપાસ અંજલી એપાર્ટમેન્ટ ફ્લેટ નં -૪૦૪ માં રહેતા મણીબેન ચંદુભાઈ લાલવાણી (ઉ.વ.૭૨) એ આરોપી મહેશભાઇ ચેતનદાસ અમલાણી રહે.શકિતપ્લોટ મોરબી, સલીમભાઇ દિમહંમદભાઇ બગથરીયા રહે.મોરબી કાયાજીપ્લોટ, કમલેશભાઇ વસંતતભાઇ પોપટ રહે. કામધેનુ પાર્ટીપ્લોટ પાસે અંજલી એપાર્ટમેન્ટ મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આજથી અઢી વર્ષથી તા.૧૨-૧૨-૨૦૨૨ ના સુધીમાં ફરીયાદીના દિકરા ભાવેશભાઇએ આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે વ્યાજે પૈસા લીધેલ હોય જે વ્યાજે લીધેલ પૈસાનુ ઉચું વ્યાજ ચુકવતા હોવા છતા આરોપીઓએ ફરીયાદી પાસેથી વધુ પૈસા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરી બળજબરીથી ધાકધમકીથી ચેકો મેળવી નોટરી લખાણ કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર મણીબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-૩૮૪,૫૦૬(૨),૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારઓ બાબતનો અધીનિયમ-૨૦૧૧ ની કલમ-૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર