Thursday, September 19, 2024

વીજ ગ્રાહકો જોગ PGVCL ની અખબારી યાદી બહાર પાડવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી પીજીવીસીએલની યાદીમાં જણાવ્યું છે કે સમગ્ર રાજ્યના ઓદ્યોગિક એકમોમાં કોઈપણ જાતનો વીજકાપ/ લોડ શેડિંગ કરવામાં આવેલ નથી પરંતુ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઓદ્યોગિક એકમો દ્વારા ખાસ કરીને રવિવારે રજા રાખવામાં આવતી હોય છે


જેથી રવિવારના દિવસે ઓદ્યોગિક વીજ માંગમાં ઘટાડો જોવા મળે છે જયારે સપ્તાહના અન્ય દિવસોમાં માંગમાં વધારો રહે છે પરંતુ રાજ્યના બિન સતત પ્રક્રિયા ધરાવતા એચ.ટી. એલ.ટી. ઓદ્યોગિક એકમો જે અઠવાડિયે ખાસ કરીને મોરબી જિલ્લાને બુધવારે સ્ટેગર ડે (અઠવાડિક રજા) નક્કી કરવામાં આવેલ છે જેથી સમગ્ર રાજ્યના ગ્રીડ સંતુલન જાળવવામાં મદદરૂપ થશે
આમ, મોરબી જિલ્લાના તમામ ઔધોગિક એકમોને આપવામાં આવતા વીજ પુરવઠામાં કોઇપણ જાતનો વીજ કાપ/લોડ શેડીંગ મુકવામાં આવેલ નથી અને ૨૪X૭ અવિરત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવામાં આવી રહેલ છે જેની વીજ ગ્રાહકોએ નોંધ લેવા પીજીવીસીએલ તંત્રની યાદીમાં જણાવ્યું છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર