સમગ્ર દેશ જ્યારે આઝાદીના મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા 74મા ગણતંત્ર પર્વ નિમિતે ભવ્ય ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.
આસ્થાના રાષ્ટ્રભક્તિના સમન્વય સ્વરૂપે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ. આ અવસર પર ધ્વજવંદન કર્તા તરીકે વિશ્વઉમિયાધામના ઉપપ્રમુખ પ્રહલાદભાઈ પટેલ- કામેશ્વર એવમ્ અતિથી વિશેષશ્રી તરીકે ખજાનચી કાંતિભાઈ પટેલ ( રામ) અને શંકરભાઈ પટેલ -ભામાશાદાતા તેમજ અને યુ.એસ.એ થી યુથ કાન્સિલના – ચેપ્ટરના ચેરમેન દિનેશભાઈ, રાકેશભાઈ,નરેશભાઈ, કૌશિકભાઈ પટેલ તેમજ સંસ્થાના હોદ્દેદારો, દાતાટ્રસ્ટીઓ તથા અન્ય કાર્યકર્તા મિત્રોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે સંબોધન કરતાં પ્રહલાદભાઈ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રભાવના ઉજાગર કરવી એ દરેક સમાજ અને સંસ્થાની નૈતિક ફરજ અને કર્તવ્ય છે.
તો વધુમાં દેશને આઝાદી કેવી રીતે મળેલ અને તિરંગાનું મહત્વ શું છે, તે વિશે વિસ્તારપૂર્વક માહિતી આપેલ અને દેશનો તિરંગો એ ભારતની આન-બાન-શાન છે અને દેશની આઝાદી માટે બલીદાન આપનાર સ્વાતંત્ર સૈનિકો એ દેશનું ગૌરવ છે.
મોરબીના પંચાસર રોડ પર આવેલ શ્યામ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી નવો રોડ મંજૂર થય ગયો હોવા રોડનું કામ શરું નહી કરતા શ્યામ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા પંચાસર રોડ ચક્કાજામ કર્યો હતો. રોડનું કામ તાત્કાલિક શરૂ કરવા સ્થાનિકોની દ્વારા માંગ કરવામાં આવી છે.
મોરબીના પંચાસર રોડ પર આવેલ શ્યામપાર્ક સોસાયટી-૦૧...