Friday, September 20, 2024

વિરવાવમાં ખાનગી કંપનીએ તંત્રની મીઠી નજર હેઠળ ગેરકાયદે વીજલાઈનો ઉભી કરતા તપાસની માંગ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સરકારી મિલકત પચાવી પાડવા બદલ કંપની સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવા ઉપસરપંચની મુખ્યમંત્રીને રજૂઆત

ટંકારા : ટંકારાના વીરવાવ ગામમાં બહારની કંપનીઓ આવી સરકારની મંજૂરી લીધા વગર વીજ લાઈનો ઉભી દેવામાં આવેલ છે.આ કંપની સરકારીના ઠરાવ,કબુલાત નામનો ભંગ તથા શરત ભંગ કરી કામગીરી કરેલ હોય તેવી કંપનીનો ભાડા પટ્ટી રદ કરી તેમની સામે જમીન લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો દાખલ કરવા વિરવાવ ગામના ઉપસરપંચે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

વિરવાવ ગામમાં સમરસ પંચાયત બોડીથી રચાયેલ છે.વિરવાવમાં બહારની ત્રીનેથા પવનચક્કી કંપની જાહેર રસ્તાઓ ઉપર,દલિતોના સ્મશાન,કુદરતી સૌંદર્ય આપતી નદી કાંઠે,ગામના ગૌચર વિસ્તાર,રહેણાંક નજીક ગામતળ,સરકાર હસ્તકના જીલ્લા પંચાયતની નાની સિંચાઈ વિભાગના તળાવોની અંદર તથા જંગલ ખાતાની બીન અનામત વીડીની અંદર કોઈપણ જાતની પૂર્વ મંજરી લીધા વિના તંત્રની મીઠી નજર હેઠળ વિજ લાઈનો ઉભી કરી દેવામાં આવેલ છે.આ બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ છે.તથા લેખીત જાણ તથા ફોનથી વાકેફ કરેલ હોવા છતા કંપનીની કામગીરી બંધ કરવામાં આવેલ નથી.

વહેલી તકે આ કંપની સરકારીના ઠરાવ તથા કબુલાત નામનો ભંગ તથા શરત ભંગ કરી કામગીરી કરેલ હોય તેવી કંપનીનો ભાડા પટ્ટી રદ કરવા અપીલ કરી છે.તથા આ સાથે પુરાવા રૂપે જમીન ફાળવણીનું પંચનામું તથા ચેકલીસ્ટમાં પોઈન્ટ નંબર13નો અભીપ્રાય નથી.જે તળાવને કારણે થયેલ નથી.તો પૂર્વ મંજુરી લીધા વિના આ કંપની તળાવની અંદર થાંભલાની ચાર લાઈનો ઉભી કરી દીધેલ હોય જેની તપાસ તથા તમામ સ્થળ ઉપર ઉચ્ચકક્ષા એથી તપાસ થવા તથા કંપની તથા તેઓએ રાખેલ ગુંડાને ખુલ્લા પાડી તેઓની સામે જમીન લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો દાખલ કરવો.

આ અરજીની તટસ્થ તપાસ કરાવામાં આવે નહી.આવે તો આવનાર સમયમાં ગ્રામ પંચયતના સદસ્યનું પદ પરથી ન છૂટકે રાજીનામું આપવાની ફરજ પડશે. તથા આવનાર સમયમાં કલેકટર કચેરી મોરબી સામે અનિશ્ચિત સમયના ધરણા ધરવાની ફરજ પડશે.તથા આવનારી 2022ની ચુંટણીમાં તેનો પડઘો પણ પડશે.જેની નોંધ લેવી.જાહેર હીત માટે તથા સરકારના જાહેરૂં હીત ખાતર કરેલ છે. જેની વહેલી તકે તટસ્થ તપાસ કરાવવા વિરવાવ ગામના ઉપસરપંચ હઠુભા રણજીતસિંહ જાડેજાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી

By Ghelabhai fangliya

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર