Thursday, December 5, 2024

વિધાનસભામાં શ્રીમદ્ રાજચંદ્ર ભુવનમાં સુવિધા બાબતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પ્રશ્ન પૂછ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે સુવિખ્યાત તીર્થધામ શ્રીમદ્ રાજચંદ્ર ભુવન વવાણીયા મુકામે આવતા મુમુક્ષુઓ, શ્રદ્ધાળુઓની ચિંતા કરતા મોરબી ધારાસભ્યએ ગુજરાત વિધાનસભામાં આ અંગે પ્રશ્ન પૂછ્યો હતો.

પ્રશ્ન નં.1052 ના પ્રશ્નના જવાબમાં પ્રવાસન મંત્રીએ જણાવેલ કે તા.31-12-2022 ની સ્થિતિએ મોરબી જિલ્લાના શ્રીમદ્ રાજચંદ્ર ભુવન વવાણીયામાં આવતા પ્રવાસીઓ માટે આશરે રૂ. 801.11 લાખના ખર્ચે સત્સંગ હોલ, ભોજનાલય,રસોઈ ઘર, કમ્પાઉન્ડ વોલ, સિક્યુરિટી કેબિન, મેઈન ગેઇટ, લેન્ડરસ્કેપિંગ, ટોઇલેટ બ્લોક સહિતની તમામ સુવિધાઓ ઉભી કરવા કામગીરી હાથ ધરાયેલ છે.

વિધાનસભામાં આ બાબતે પ્રશ્ન પુછાતા વવાણીયા તેમજ જિલ્લા ભરમાં હર્ષની લાગણી ફેલાઈ હતી

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર