Monday, September 23, 2024

વાવડી રોડ પર સરદાર ચેમ્બર પાસે જાહેરમા જુગાર રમતા જુગારી ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં સરદાર ચેમ્બર પાસે જાહેરમાં 2 ઈસમો જુગાર રમતો હોવાની બાતમી આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે રેઇડ કરી હતી. જ્યાં વ્હોટ્સએપથી સંપર્ક કરી વર્લી ફીચરનો જુગાર રમતો 1 શખ્સ મળી આવ્યો હતો જેની ધરપકડ કરાઈ હતી. જયારે વ્હોટ્સએપ પર જુગાર રમાડતા ઈસમની પોલીસે શોધખોળ હાથધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાવડી રોડ નંદનવન-૩ ની સામે સરદાર ચેમ્બર પાસે જાહેરમા આરોપી મનસુખભાઈ દેવકરણભાઈ ખાણધર વ્હોટ્સએપથી સંપર્ક કરી આરોપી અંકીત મોચી સાથે વર્લી ફિચરના આંકડાઓ લખી કપાત કરાવી જાહેરમાં વર્લીફીચરના નશીબ આધારિત આંકડા લખી જુગાર રમી રમતા ઝડપાયા હતા. પોલીસે જુગાર સાહિત્ય વર્લીફીચરના આંકડા લખેલ એક ચીઠી તથા બોલપેન કિ.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા રોકડ રૂ.૨૭૫૦/-મળી કુલ રૂ.૧૨૭૫૦/-ના મુદામાલ સાથે આરોપી મનસુખભાઈ દેવકરણભાઈ ખાણધરની અટકાયત કરી જુગાર ધારા કલમ-૧૨-અ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર