Monday, September 23, 2024

વાધરવા ગામે ત્રણ મકાનો ને નિશાન બનાવતા તસ્કરો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળિયા તાલુકાના વાધરવા ગામમાં ગત રાત્રીના તસ્કર ટોળકી ત્રાટકી હતી જેને ગામના ત્રણ મકાનો ને નિશાન બનાવી રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના સહીત કુલ રૂ 3.70 લાખની કિમતનો મુદામાલ ચોરી કરી ગયા છે જે બનાવ મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના વધારવા ગામે દરિયાલાલ શેરીમાં ગઈકાલે રાત્રે તસ્કરોએ તરખાટ મચાવીઘરધણી ઘરમાં જ હોવા છતાં ત્રણ મકાનમાં નિરાંતે હાથ ફેરો કર્યો હતો જેમાં માળિયાના વાધરવા ગામની દરિયાલાલ શેરીમાં રહેતા મનહરભાઈ ભારમલભાઈ બોરીચા (ઉ.વ.૪૪) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રીના ફરિયાદી મનહરભાઈ, પત્ની અને બાળકો તેમજ તેના બા જડીબેન,રાત્રીના સુઈ ગયા હોય દરમિયાન અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરીને ઓરડાના લોખંડ કબાટમાં રાખેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ચોરી કરી ગયા હતા જેમાં તસ્કરો ઘરના કબાટમાં રાખેલ રોકડ રૂ 2,34,000 રકમ ચોરી કરી ગયા હતા તેમજ ચાંદીનો કંદોરો, સાંકળા, તેમજ સોનાની નાની કડી, ચોરી કરી ગયા હતા તેમજ બાજુમાં રહેતા દિગ્વિજયસિંહ બળવંતસિંહ જાડેજા અને તેના ભાઈ નીતીરાજસિંહ બળવંતસિંહ જાડેજાના મકાનમાં પણ ચોરી થયાનું જાણવા મળ્યું હતું

જેમાં દિગ્વિજયસિંહના મકાનમાં કબાટમાં લોકર તોડી તસ્કરો સોનાનો ચેન, સોનાની બુટી, સોનાનો ટીકો, સોનાની વીંટી સહીત પાંચ ટોળા સોનું કીમત રૂ 75,000 અને ચાંદીના સાંકળા, ચાંદીનો જુદો ચોરી ગયા હતા અને તેના ભાઈ નીતીરાજસિંહના મકાનમાં કબાટમાંથી સોનાનો હારનો સેટ, સોનાનો ઓમ મળીને 3 તોલા સોનું કીમત રૂ 45,000 ની ચોરી કરી ગયા હતા આમ અજાણ્યા તસ્કરોએ ફરિયાદીના મકાનને નિશાન બનાવી 2,34,000 રોકડા, સોનાના દાગીના 9000 અને ચાંદીના દાગીના કીમત રૂ 5000 મળીને કુલ રૂ 2.48 લાખ તેમજ દિગ્વિજયસિંહ અને નીતિરાજસિંહના મકાનમાંથી સોનાના દાગીના કીમત રૂ1.20 લાખ અને ચાંદીના દાગીના કીમત રૂ 2,000 મળીને કુલ રૂ 3,70,000ની મત્તા ચોરી કરી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે

તસ્કરો રૂપિયા 3.70 લાખની ચોરીને અંજામ આપતા માળીયા પોલીસે મનહરભાઈની ફરિયાદને આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંધી

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર