Friday, September 27, 2024

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરશે આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી પર્વે યોજાયેલા વિવિધ આયોજનોની એક ઝલક

આજે સાંજે ૫.૦૦ વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પધારશે. નગરના વિરાટ પ્રવેશદ્વાર પાસે ઉદ્ઘાટન સમારોહનું ભવ્ય આયોજન થયું છે. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પાવન નિશ્રામાં નરેન્દ્રભાઈ મોદીના હસ્તે નગરનું ઉદ્ઘાટન થશે. આ પ્રસંગે બાળકો દ્વારા સ્વાગત નૃત્ય અને સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ કરવામાં આવશે.

‘બીજાના ભલામાં આપણું ભલું છે. બીજાના સુખમાં આપણું સુખ છે.’ આ જીવનમંત્ર હતો પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો. સમાજની સદા ચિંતા કરનાર આ વિરલ સંતવિભૂતિએ અસંખ્ય લોકોને જીવનનો સાચો રાહ ચીંધીને સુખની અનુભૂતિ કરાવી છે. પ્રમુખસ્વામી મહારાજે પોતાનાં ૯૫ વર્ષના જીવનકાળ દરમિયાન સતત વિચરણ કરીને દેશ-વિદેશના અનેક પરિવારોને તૂટતા બચાવ્યા હતા, લાખોને વ્યસનમુક્ત કર્યા હતા, સાથે જ પર્યાવરણ જાગૃતિનાં મહાન કાર્યો કર્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત એક વર્ષથી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અનેક સામાજિક પ્રવૃત્તિઓ બી. એ. પી. એસ. સંસ્થા દ્વારા હાથ ધરાઈ હતી. સમાજના પ્રત્યેક વ્યક્તિ સુધી પ્રમુખસ્વામી મહારાજના હિતકારી પારિવારિક સંદેશનું પ્રસારણ કરવાનો આદેશ સંસ્થાના વર્તમાન વડા પ.પૂ.મહંતસ્વામી મહારાજે આપ્યો હતો. તેના ફળસ્વરૂપે વિરાટ વિશ્વવ્યાપી આયોજન થયું હતું.

તેમાં એક હતું – પારિવારિક શાંતિ અભિયાન. લોકહૃદયમાં વિશિષ્ટ સ્થાન અંકિત કરનાર પારિવારિક શાંતિ અભિયાનની વ્યાપકતાની આંકડાકીય માહિતી અહીં પ્રસ્તુત છે: ૩૧ જાન્યુઆરી, ૨૦૨૨ થી ૧૫ એપ્રિલ, ૨૦૨૨ સુધી- ૧૭ રાજ્યોમાં યોજાયું પારિવારિક શાંતિ અભિયાન.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર