મોરબી એલસીબી ટીમે લૂંટાવદર ગામે બાતમીને આધારે દરોડો પાડી જુગાર રમતા છ જુગારીઓને રૂપિયા 68,800ની રોકડ સાથે ઝડપી લઈ તાલુકા પોલીસને હવાલે કર્યા હતા.
મુજબ મોરબી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.એચ.ચુડાસમા તથા સ્ટાફના માણસો કાર્યરત હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. યોગીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. રવિરાજસિંહ ઝાલાને મળેલ બાતમીના આધારે લુંટાવદર ગામ જુના પ્લોટમાં આવેલ પાણીના પરબ પાસે દરોડો પાડી લાઇટના અંજવાળે જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા
