લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા કાયમી કુપોષિત બાળકોને પોસ્ટિક આહાર આપવાનો કાયમી પ્રોજેક્ટ છેલા બે વર્ષથી લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના સહયોગ દ્વારા સતત ચાલે છે તે ગ્રામ્ય વિસ્તારના કેન્દ્ર ની મુલાકાત લીધી ત્યાંના બાળકોના સારીરીક,માનસિક,અને આરોગ્ય વિષયક બાબતે સંચાલિકા બેન સાથે ચર્ચા કરીનેઆ હંગર પ્રોજેક્ટ માં બાળકોના વજન અને ઉંચાઈ માપવામાં આવ્યા હતા ,અને તેમને યોગ્ય માર્ગ દર્શન આપવામાં આવ્યું.
બીજો પ્રોજેક્ટ મોટાભેલા માધ્યમીક શાળા અને પ્રાથમિક શાળા ની વયસ્ક વિદ્યાર્થિનીઓને મહિલા આરોગ્ય જાણવણી અંતર્ગત સેનેટ્રી નેપકીન નું વિતરણ કરવામાં આવ્યું હતું
આ પ્રોજેક્ટમાં પ્રેસિડેન્ટ લા. ત્રિભોવન ભાઈ સી ફુલતરિયા સેક્રેટરી લા કેશુભાઈ દેત્રોજા અને લા.ખજાનચી નાનજીભાઈ મોરડીયા હાજર રહેલ.ત્યારે ગ્રામ્ય વિસ્તાર ની બાળાઓ ના આરોગ્યની જાણવણી કરવા બદલ બંને શાળા ના શિક્ષકો દ્વારા લાયન્સ કલબ ઓફ મોરબી સિટી નો આભાર વ્યક્ત કરેલ.તેમ પ્રમૂખશ્રી જણાવેલ.
