મોરબી : સરકારી કચેરીઓ માં સામાન્ય માણસ નું કાય કામ થતું નથી લાંચ આપો તો તુરંત થઈ જાય છે એવી વારેઘડીએ વાતો સાંભળવા મળતી હોય ત્યારે લાંચ લેતા રંગેહાથ પકડાયાનો નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે મળતી માહિતી મુજબ મોરબીના સિંચાઇ કર્મચારીએ ટંકારા તાલુકાના ખેડૂતને દંડ ફટકારવાની ધમકી દઈ તેની પાસેથી રૂ. 4 હજારની લાંચની માંગણી કરી હતી. બાદમાં એસીબીએ છટકું ગોઠવી આ કર્મચારીને રંગેહાથ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના એક ખેડૂતે મચ્છુ ડેમમાંથી છોડવામાં આવતુ સીંચાઇનું પાણી મેળવવા તેમની ત્રણ જમીનમાંથી બે જમીનમાં અરજી કરેલ ન હોઈ તેમજ સીંચાઇના પાણીનો ઉપયોગ પણ કરેલ ન હોવા છતા મોરબી સિંચાઇ પેટા વિભાગ- મચ્છુ-2ની નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીના ક્લાર્ક જગદિશભાઇ જેઠાલાલ દવેએ ખેડૂતને જણાવેલ કે, તમોએ અરજી ન કરેલ જમીનમાં પણ સીંચાઇના પાણીનો ઉપયોગ કરેલ છે. જે અંગે તમને કાયદેસર દંડ થઈ શકે તેમ છે. પરંતુ જો દંડ ન ભરવો હોય તો રૂા.6000/- વહીવટ થાય, પણ તમે ખાલી રૂા.4000/- આપી દેજો તેમ કહી ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી.
ખેડૂત લાંચની રકમ આપવા માંગતા ન હોય એ.સી.બી. રાજકોટ શહેરનો સંપર્ક કરતા ફરીયાદ આધારે લાંચના છટકા દરમ્યાન આરોપીએ ખેડૂત સાથે લાંચની માંગણીની હેતુલક્ષી વાતચીત કરી ટંકારાના ધૂનડા ગામે ખેડૂત પાસેથી લાંચની રૂા.4000/- ની રકમ સ્વીકારી હતી. આ વેળાએ એસીબીએ તેને રંગે હાથ ઝડપી લીધો હતો.આ કામગીરીમાં ટ્રેપીંગ અધિકારી તરીકે એસીબી- રાજકોટ શહેર પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા અને સુપરવિઝન અધિકારી તરીકે રાજકોટ એલસીબી એકમ ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી.એલ.દેસાઈ રોકાયેલ હતા.
મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિચાઈ યોજનાની ઉપરવાસમાં આવેલ મચ્છુ -૦૨ ડેમમાંથી પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થયેલ છે. જેથી આવતીકાલ તારીખ ૦૨ એપ્રિલને બુધવારે બપોરના ૧૨:૦૦ વાગ્યે એક દરવાજો દોઢ ફુટ ખોલવામાં આવશે જેથી સિંચાઇ યોજનાના નીયાણવાસ માં આવતા ગામોને...
મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરમા પ્રતિબંધીત પ્લાસ્ટિકનુ વેચાણ કરતા વપરાશકારો અને ગંદકી કરનાર આસામીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ત્યારે મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરમાં તા. ૨૫/૦૩/૨૦૨૫ થી ૦૧/૦૪/૨૦૨૫ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જેમાં પ્રતિબંધિત...
મોરબી મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ દરમિયાન 2304 કરોડની વસુલાત કરાઈ
મોરબી મહાનગરપાલિકા દ્વારા ટેક્સ નહી ભરનાર મિલકત ધારકો પર તવાઈ હાથ ધરવામાં આવી છે જેમાં એક લાખ થી વધુ રકમના ૨૫૭ મિલકત ધારકોને વોરંટ બજવણી કરવામાં આવેલ છે. તેમજ ટેક્સ શાખા દ્વારા નાણાકીય વર્ષ દરમિયાન ૨૩૦૪ કરોડ વસુલાત કરવામાં આવ્યા...