એક મકાનની કમ્પાઉન્ડ વોલ સહિત ત્રણચાર કેબીનો હટાવાઇ
નગરપાલિકા તંત્ર દ્વારા ગઈ કાલે દબાણો હટાવવાની કરેલ કામગીરી આજે પણ ચાલુ રાખતા મોરબી શહેરના છેવાડાના વિસ્તારમાં રોડ પહોળો કરવાની કામગીરીમાં અવરોધરૂપ દબાણો હટાવવા પાલિકા તંત્રએ ઝુંબેશ આરંભી છે જેમાં બુધવારે કેબીનો સહિતના દબાણો હટાવ્યા બાદ આજે બીજા દિવસે પણ દબાણો દૂર કરવા ડીમોલીશન કરાયું હતું

મોરબીના શનાળા બાયપાસ નજીકના ગોકુલનગર લાયન્સનગર વિસ્તારમાં રોડના કામમાં અવરોધરૂપ દબાણો હટાવવા માટે પાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આજે પવડી વિભાગના હિતેશભાઈ રવેશિયા સહિતના સ્ટાફે દબાણ હટાવો ઝુંબેશ ચલાવી હતી અને બીજા દિવસે પણ દબાણો હટાવાયા હતા જેમાં એક મકાનની કમ્પાઉન્ડ વોલ અને ૩-૪ કેબીનો હટાવવામાં આવી હતી અને રોડની કામગીરીમાં અવરોધરૂપ બને તેવા તમામ દબાણો હટાવાશે તેમ પણ પાલિકાની ટીમે જણાવ્યું હતું
