ગુજરાત સરકારે રાત્રે 11 વાગ્યે 2027 સુધીની નવી નીતિ જાહેર કરી.
અમદાવાદમાં નવરંગપુરા ખાતે પીએમ નરેન્દ્ર મોદીએ 11 માં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો પીએમ મોદી નવી દિલ્હી જવા રવાના થયા બાદ રાત્રે 11 વાગ્યે રાજ્ય સરકારે આગામી 2027 માટેની નવી સ્પોર્ટસ નીતિ જાહેર કરી છે આ નવી નીતિમાં મહત્ત્વની જોગવાઈ કરેલ છે કે સ્પોર્ટસ ક્ષેત્રમાં જો કોઈ ખેલાડી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ વિજેતા બને તો તેને સીધી સરકારી નોકરી આપવામાં આવશે આ માટે સરકારના જુદા જુદા વિભાગો દ્વારા વહેલી તકે નિયમો જાહેર કરાશે આ ઉપરાંત બઢતીમાં લાભ અપાશે સ્પોર્ટસના વિકાસ માટે ચાર નવા હાઇ પરફોર્મન્સ સેન્ટર તથા ૮ જેટલા સેન્ટર ઓફ એકસેલન્સ છાપવામાં આવશે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે થતા એશિયન ગેમ્સ સહિતની ગેમ્સમાં વિજેતા કે વિજેતા ખેલાડી ને રોકડ પુરસ્કાર અપાશે.
