રાજપર ગામ ખાતે ચારોલા પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન
મોરબીના રાજપર ગામે પિતૃ મોક્ષાર્થે ચારોલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવશે
આંદરણા વાળા પ્રસિધ્ધ કથાકાર શ્રી રાજુભાઇ આર વ્યાસપીઠ પરથી ભક્તોને કથાનું રસપાન કરાવશે તારીખ 19/ 4/ 22 થી શ્રી ભાગવત કથા નો પ્રારંભ કરવામાં આવશે અને 25 /4 /22 ના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવશે કથા સાંભળવા પધારેલા તમામ લોકો માટે ચારોલા પરિવાર દ્વારા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવશે તેમજ કથાની રાત્રે સુંદરકાંડના પાઠ તેમજ નાટક અને રાસ-ગરાસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવશે આયોજકો દ્વારા લોકોને કથાનું રસપાન કરવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવે છે તેવું ચારોલા પરિવાર દ્વારા યાદી માં જણાવ્યું છે