હળવદ સુરેન્દ્રનગર બેઠકના ધારાસભ્ય પરસોતમ સાબરીયાના પત્નીએ મોરબીમાં આવેલા ત્રાજપર ગ્રામપંચાયત વિસ્તારમાં સરકાર દ્વારા ફાળવામાં આવેલ પ્લોટ પર દબાણ કરી પ્લોટ દબાવ્યો હોવાની લેખિત અરજી જિલ્લા કલેક્ટરને કરતા મોરબીમાં ખળભળાટ મચી ગયો છે.
મોરબી તાલુકામાં આવેલ ત્રાજપર ગ્રામ પંચાતયમાં સરપંચ તરીકે જસુબેન પરસોતમભાઈ સાબરીયા ચૂંટાયેલા તે દરમિયાન હનુભા લક્ષમણભાઈને તથા રઘુભાઇ મેરૂભાઈ ,બાઘુભાઈ મેરૂભાઈને સરકાર દ્વારા ઘરથાળાના પ્લોટની મિલકત ફાળવામાં આવી હતી પરંતુ જે પ્લોટની મિલકત પર પૂર્વ સરપંચ જસુબેન પરસોતમભાઈ સાબરીયાએ જાહેર રસ્તો બનાવીને પ્લોટ પચાવી પાડવામાં આવ્યો હોવાની ફરિયાદીએ અનેકવાર અનેક પુરાવાઓ સાથે ફરિયાદો કરતા કોઈ નિવારણન આવતા ફરિયાદી હનુભા લક્ષમણભાઈ તથા રઘુભાઇ મેરૂભાઈ ,બાઘુભાઈ મેરૂભાઈએ થાકીને અંતે મોરબી જિલ્લા કલેક્ટરને સરકાર દ્વારા આપવામાં આવેલ પ્લોટ પર જાહેર રસ્તો કાઢીને પ્લોટ પચાવી પડ્યાની લેખિત અરજી કરતા ચકચાર મચી છે.
હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
થોડા દિવસ પહેલા હળવદ તાલુકાના ચરાડવા ગામે મહાકાળી માતાજીના આશ્રમમાં થયેલ ચોરીના ભેદને ઉકેલવા હળવદ પોલીસ સ્ટેશન સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી હતી તે દરમ્યાન હળવદ...
મોરબી: મોરબી શહેરમાં નર્સરી, પ્લે-હાઉસ, સ્કુલો તથા કોલેજોમાં લાગેલા પ્લાટીકના ડોમ દુર કરવા મોરબી જીલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કોંગ્રેસ શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ માંગ કરી છે.
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી જીલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબી શહેરમાં ઘણી બધી નર્સરી, પ્લે-હાઉસ, સ્કુલો...
સેવા સેતુ કાર્યક્રમનો ૬૧૫ લોકોએ લાભ લીધો
મોરબી જિલ્લામાં સેવા સેતુ અંતર્ગત યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં માળીયા તાલુકામાં વવાણીયા ગામે પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.
સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ તમામ તાલુકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રની કામગીરીમાં પારદર્શકતા આવે, લોકોની સમસ્યાઓનું ઝડપી...