Friday, September 27, 2024

રાજકોટ જેલમાં આજીવન કેદની સજા પામેલ ફરાર કેદી હળવદના સુસવાવથી ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: રાજકોટ મધ્યસ્થ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલ કેદી પેરોલ જંપ કરી ફરાર થયો હતો અને પેરોલ પર છૂટ્યા બાદ એક માસથી કેદી ફરાર હોય જેને હળવદના સુસવાવ નજીકથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ ફરાર આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઈ વાઘેલા, ચંદ્રકાંતભાઈ વામજા અને બ્રિજેશભાઈ કાસુન્દ્રાને રાજકોટ જેલમાંથી પેરોલ જંપ કરી ફરાર થયેલ કેદી વિશે બાતમી મળી હતી જેમાં હળવદ પોલીસ મથકમાં હત્યાના ગુનામાં આરોપી જયંતી નાનજીભાઈ રાઠોડ (ઉ.વ.૫૦) રહે સુસવાવ તા. હળવદ વાળો આજીવન કેદની સજા પામ્યો હતો અને કેદી તા ૧૭-૧૦-૨૦૨૨ થી તા. ૧૭-૧૧-૨૦૨૨ સુધી રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો જે પાકા કામના કેદીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે તા. ૧૭-૧૧ ના રોજ હાજર થવાનું હતું પરંતુ આરોપી પેરોલ રજા પરથી ફરાર થયો હતો જે કેદી સુસવાવ તા. હળવદ ખાતે હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્કવોડ ટીમે આરોપીને ઝડપી લઈને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોપવા તજવીજ હાથ ધરી છે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર