રાજકોટ જેલમાંથી મર્ડરના ગુન્હામાં ફર્લો રજા પરથી ફરાર થયેલ આરોપી જુનાગઢથી ઝડપાયો
મોરબી: રાજકોટ મધ્યસ્થ જેલમાંથી મર્ડરના ગુનામાં ફર્લો રજા ઉપરથી ફરાર થયેલ આરોપીને જુનાગઢ જિલ્લા ખાતેથી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પકડી જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે, કેશોદ પોલીસ સ્ટેશનમા મર્ડરના ગુન્હાના પાકા કામનો આરોપી હમીરભાઇ રાજાભાઇ બાંભણીયા ઉ.વ.૬૫ રહે. મોરબી કુંભારવાડા ઉમીયા સોસાયટી ખોડીયારમાંના મંદિરની બાજુમાં જી.મોરબી વાળો રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે હોય જે આરોપીને વડી કચેરી અમદાવાદના પત્ર આદેશાનુસાર તા.૦૬/૦૧/૨૦૨૫ થી તા.૨૦/૦૧/૨૦૨૫ સુધી દિન-૧૪ ની ફર્લો રજા મેળવી જેલ મુકત થયેલ જે આરોપીને તા.૨૧/૦૧/ ૨૦૨૫ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ પાકા કામનો કેદી ફર્લો રજા પરથી પરત હાજર થયેલ નહી અને ફરાર થયેલ હોય જે કેદીને ખાનગી બાતમી આધારે અજાક ગામ તા.માંગરોળ જી.જુનાગઢ ખાતેથી પકડી પાડી હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે.