Sunday, September 29, 2024

યુવા આર્મી ગ્રુપ દ્વારા યુવા દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવામાં આવી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : ઈમરજન્સી એટલે યુવા આર્મીથી જાણીતુ યુવા આર્મી ગ્રુપ મોરબીના દરેક વિકટ સમયે ભારતીય સેનાની જેમ મોરબીની દરેક જરૂરિયાત સમયે ખડેપગે રહે છે તેમજ પોતાના હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના‌ ધ્યેય સાથે મોરબી તથા રાજકોટમાં ૩૬૫ દિવસ હોય કે રાત બ્લડની ઈમરજન્સી જરૂરિયાત પુરી પાડીને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે.

ત્યારે આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર કપિલભાઈ દ્વારા બ્લડ બેંકમા બ્લડની સોર્ટેજ છે તેવુ જણાવવામાં આવતા યુવા આર્મી ગ્રુપના સભ્યો દ્વારા તાત્કાલિક ૧૦ થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી તદુપરાંત ડોક્ટર સંઘ્યાબેન દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે એક મહિલાના પ્રસુતિ દરમ્યાન ‘બી નેગેટિવ’ બ્લડની તાત્કાલિક જરૂરિયાત ઉભી થતા યુવા આર્મી ગ્રુપનો સંપર્ક સાધ્યો હતો જેથી યુવા આર્મી ગ્રુપના સભ્યો દ્વારા ‘બી નેગેટિવ’ બ્લડની પણ‌ તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડીને યુવા આર્મી ગ્રુપ દ્વારા યુવા દિવસની‌ સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.

યુવા આર્મી ગ્રુપ દ્વારા ચલાવવામાં આવતા આ અવિરત સેવાકાર્યમા જોડાવવા માટે કે કોઈપણ બ્લડની ઈમરજન્સી જરૂરિયાત સમયે હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરી શકો છો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર