યુક્રેનમાં યુદ્ધ ની સ્થિત વચ્ચે ફસાયેલા મોરબીના બે વિદ્યાર્થી પૈકી એક વિદ્યાર્થી ની સહીસલામત પોતાના ઘેર પરત આવી પહોંચતા તેમના પરિવાર મા ખુશી નું વાતાવરણ જોવા મળી રહ્યું હતું
હેમખેમ પોતાના પરિવાર વચ્ચે આવી પોહચેલા વિદ્યાર્થીના ખબર અંતર પૂછવા અનેક સગા સંબંધીઓ તેમજ રાજકિય આગેવાનો એ તેમના ઘરની મુલાકાત લઈ શુભકામનાઓ પાઠવી હતી.
યુક્રેન-રશિયા વચ્ચે ફાટી નીકળેલાં ભયંકર યુધ્ધમાં ગુજરાત સહીત દેશના હજારો વિદ્યાર્થીઓ ફસાયેલા હોય જેને સહી સલામત પરત લાવવા સરકારે ઓપરેશન ગંગા શરુ કર્યું છે અ વિદ્યાર્થીઓના સલામત સ્થળાંતર પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે ત્યારે મોરબીના રવાપર રોડ પર રહેતો કુલદીપ દવે નામનો વિદ્યાર્થી આજે હેમખેમ ઘરે પરત ફર્યો છે ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારિયા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા તેમજ પ્રાંત અધિકારી ડી એ ઝાલા સહિતની ટીમ વિદ્યાર્થીના ઘરે પહોંચી હતી અને વિદ્યાર્થીના ખબર અંતર પૂછ્યા હતા જે પ્રસંગે પરિવારે વહીવટી તંત્ર અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો જે અંગે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે સરકાર તમામ વિદ્યાર્થીઓ સહિતના ભારતીયને સલામત પરત લાવવા કટિબદ્ધ છે
યુક્રેનમાં ભયંકર યુદ્ધની સ્થિતિમાંથી પરત ઘરે ફરેલા કુલદીપ દીપકભાઈ દવે જણાવ્યું હતું કે તેઓ એમબીબીએસના છઠ્ઠા વર્ષમાં અભ્યાસ કરે છે અને ત્રણ માસનો અભ્યાસ બાકી હતો ત્યારે યુદ્ધ ફાટી નીકળ્યું છે તે ૨૪ તારીખે જ નીકળી ગયા હતા જોકે એર સ્ટ્રાઈકની સંભાવનાને પગલે મેયર તરફથી બંકરમાં જવા સૂચનાઓ આપી હતી તે અન્ય વિદ્યાર્થીઓના ગ્રુપ સાથે ચાર દિવસ ખાધા પીધા વિના વિતાવી રોમાનિયા બોર્ડર પહોંચવા ૮ કિમી ચાલીને જવું પડ્યું હતું બાદમાં તેનું સ્થળાંતર થયું હતું યુક્રેનના ટર્નોપીટ શહેરમાં તેઓ અભ્યાસ કરતા હતા અને સહી સલામત ઘરે પરત આવી જતા પરિવારની ખુશી નો માહોલ જોવા મળ્યો હતો
