હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધના મોટાભાગની એક્ટિવિટી બંધ છે પણ આવી પ્રતિકૂળ સ્થિતિમાં રશિયાના મોસ્કો ખાતે ગઈકાલથી ચાર દિવસીય મોસબીલ્ડ એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે
જેમાં મોરબીના ૧૫ થી વધુ ઉત્પાદકો જોડાયા છે.મોસબીલ્ડ સિરામીક એક્સ્પોમાં સહભાગી બનેલ નિલેશભાઈ જેતપરીયાએ મોરબી જણાવ્યું હતું કે, મોરબીના ઉદ્યોગકારોએ પ્રવર્તમાન સ્થિતિમાં પણ હિંમતભર્યો નિર્ણય લઈ મોસ્કો ખાતે આયોજિત મોસબીલ્ડ સીરામીક એક્સ્પોમાં જોડાયા છે અને તમામ ઉત્પાદકોને ખુબ જ સારો પ્રતિસાદ છે.
મોસ્કો સ્થિત ભારતીય રાજદૂત પવન કપૂર દ્વારા રાત્રી ભોજનનું પણ આયોજન કર્યું હતું અને ચાર દિવસ સુધી ચાલનાર આ સિરામીક એક્સ્પો થકી મોરબીના સીરામીક ઉદ્યોગને સારું એવું બૂસ્ટઅપ મળે તેમ હોવાનું સિરામીક ઉદ્યોગકારોએ જણાવ્યું હતું.
