Saturday, September 28, 2024

મોરબી હળવદ રોડ પર કાર અને બાઇક અથડાતા એકનું મોત; એક ઈજાગ્રસ્ત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: મોરબી હળવદ હાઈવે રોડ ચરાડવા તથા આંદેરણા ગામ વચ્ચે કાર અને બાઇક અથડાતા એકનું મોત નિપજ્યું હતું જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર બાઈક સવારે આરોપી કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

 

 

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતા રાજુભાઇ શામજીભાઈ મકવાણા (ઉ.વ.૨૪) એ આરોપી અલ્ટો કાર રજીસ્ટર નંબર-GJ-36-L-3505 ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૩-૧૨-૨૦૨૨ ના રોજ રાતના સાડા આઠ વાગ્યાના સુમારે આરોપીએ પોતાના હવાલા વાળી અલ્ટો કાર નંબર GJ-36-L- 3505 વાળી પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જિદગી જોખમાય તે રીતે ચલાવી મોટરસાયકલ નંબર GJ-03- CK-9167 વાળા સાથે સામેથી આવી ભટકાડી આ કામના ફરીયાદીને બન્ને પગે તથા શરીરે ઇજાઓ કરી તેમજ આ કામના સાહેદ મહેશભાઇ બાબીનભાઇ મુજારીયા ઉવ.૫૦ વાળાને શરીરે તથા પગમાં તથા મોઢાના ભાગે તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે રાજુભાઇ એ આરોપી અલ્ટો કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો કલમ. ૨૭૯, ૩૩૭. ૩૩૮,૩૦૪ (અ), તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર