મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં પોલીસ ચોકીની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ભંગાર હાલતમાં પડી રહેલ એમ્બ્યુલન્સમાં આજે સવારે એકાએક આગ લાગતાં ફાયર બ્રિગેડને જાણ કરાતા તત્કાલિક પહોંચી આગને કાબુમાં લીધી હતી.
મળતી માહિતી મુજબ આજ સવારે દસેક વાગ્યાની આસપાસ મોરબી સિવિલ હોસ્પિટલમાં પોલીસ ચોકીની બાજુમાં ભંગાર હાલતમાં પડેલ એમ્બ્યુલન્સના ટાયરમાં કોઈ કારણોસર આગ લાગી હતી. જેથી ત્યાં હાજર રહેલ સામાજિક કાર્યકર રાજુભાઇ દવેએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી 20 મિનિટમાં આગ પર કાબુ મેળવી લેતાં મોટી દુર્ઘટના સર્જાતા અટકી ગઈ હતી.
